BREAKING

લેબલ bhavnagar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ bhavnagar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ઉડાન ટ્રસ્ટ ભાવનગર દ્વારા બાબર સમાજ ના નવનિયુક્ત કર્મચારી ઓનો સન્માન સમારંભ યોજાયો.

                               તસ્વીર:- શૈલેષ રાવળ

બાબર સમાજના યુવક-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધે તે માટે ભાવનગરની ઉડાન ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના કાળિયાબીડ માધવાનંદ આશ્રમ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના યુવક-યુવતીઓ તાજેતરમાં જ સરકારી નોકરીઓમાં લાગ્યા છે તેમનું સન્માન કરાયું હતું. 

આ કાર્યક્રમમાં પ્રાસંગિક વક્તવ્યમાં "શિક્ષણ થી જ સમાજ નો સર્વાંગી વિકાસ થાય" વિષય પર ડૉ જે.પી. મૈયાણી સાહેબ(ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના પ્રથમ કુલપતિ) નું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં મૈયાણી સાહેબે સમાજના વિદ્યાર્થીઓ અને લોકોને આજના સ્પર્ધાત્મક યુગમાં કાઈ રીતે સરકારી નોકરી મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજે ભાવનગરમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિન કાર્યક્રમનુ રિહર્સલ

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે પરંતુ હવે પ્રજાસત્તાક દિન આડે માત્ર એક જ દિવસ રહ્યો છે તેથી આવતીકાલે સોમવારે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમનુ રિહર્સલ કરવામાં આવશે, જેમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહેશે. પ્રજાસત્તાક દિનની તૈયારીને હાલ આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. 

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ડીએસપી કચેરીની પાછળ પોલીસ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ર૬ જાન્યુઆરીને મંગળવારે સવારે ૯ કલાકે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમની છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોટાભાગની તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ગઈ છે તેથી આવતીકાલ સોમવારે બપોરના ૩ કલાકના સમય આસપાસ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમનુ રિહર્સલ કરવામાં આવશે, જેમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાશે. પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં કોઈ ભૂલ ન રહે તે માટે રિહર્સલ કરવામાં આવતુ હોય છે અને રિહર્સલ દરમિયાન કોઈ સુધારા વધારા કરવાના હશે તો અધિકારીઓ ધ્યાન દોરશે. 

ભાવનગર સહિત ગુજરાતમાં કોરોનાના કેસ હજુ વધી રહ્યા છે તેથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સાદગીથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં ૪૦૦ વ્યકિત જ હાજર રહી શકશે. વધુ વ્યકિત હાજર રહી શકશે નહી. આ માટેની ગાઈડલાઈન સરકારમાંથી આવી ગઈ છે અને આ ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજાશે. કેબીનેટ મંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમ થશે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારી-કર્મચારી, પદાધિકારીઓ વગેરે હાજર રહેશે.

ભાવનગરમાં પાંચ હજારથી વધુ ફ્લેમિંગોની વસાહત

ભાવનગરને હંમેશા વિદેશી પક્ષીઓનું મોસાળ કહ્યુ છે‌‌. જ્યારે સુરખાબ (ફલેમીંગો)એ ગુજરાતનું રાજય પક્ષી છે. હાલ ભાવનગરના કુંભારવાડા વિસ્તારના વેંટ લેન્ડમાં લગભગ 5,000થી વધુ ફલેમીંગો હોય આ વિસ્તારમાં અદભૂત નજારો જોવા મળે છે. ભાવનગર ફ્લેમિંગો સિટી તરીકે ઓળખાય તેમાં કોઇ અતિશયોક્તિ નથી તેમ કહેવું ઉચિત ગણાશે.

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં 32મુ રાષ્ટ્રીય માર્ગ સલામતિ મહિનો-2021 ની ઉજવણી કરવામાં આવી રહી છે

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં 32મુ રાષ્ટ્રીય માર્ગ સલામતિ મહિનો-2021 ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના જુના સી ડિવિઝન ગ્રાઉન્ડમાં માર્ગ અકસ્માતની તસવીરોનું પ્રદર્શન યોજાયું હતું. જે કાર્યક્રમ માં ભાવનગર શહેરના અગ્રણીઓ તેમજ ભાવનગર એસપી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગર જિલ્લામાં 32મો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો-2021 ની ઉજવણી કરવામાં આવી રહી છે. તા. 18 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી આ મહિના ની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ ટ્રાફિક અવેરનેસ અંગેના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ભાવનગર શહેરના જુના સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં માર્ગ અકસ્માતમાં તસ્વીરોનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજા દ્વારા માર્ગ અકસ્માતની લીધેલી તસવીરો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડના હસ્તે કરાયું હતું. 

આ કાર્યક્રમમાં ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડ તેમજ ભાજપ અગ્રણી ગીરીશભાઈ શાહ, આરટીઓ ઇન્સપેકટર જે જે ચુડાસમા, ભાવનગર એસટી ના અધિકારીઓ તેમજ ભાવનગર શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાનાં જામીન ઉપરથી ફરાર થયેલ પાકા કામનાં કેદીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ



આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી આજરોજ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં વચગાળાના જામીન ઉપર છુટેલ કેદીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અમરેલી જીલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ પાકા કામના કેદી સુલતાનશા કાળુશા શેખ રહેવાસી-હુસૈની ચોક, પાલીતાણા જી.ભાવનગર વાળાને પાલીતાણા વીરપુર રોડ ઉપરથી હસ્તગત કરી મજકુરને અમરેલી જિલ્લા જેલ ખાતે સોંપી આપવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આજે ભાવનગર શહેરના જુદા જુદા ત્રણ સ્થળો પર કોરોનાવાયરસ ને લઈને ડ્રાય રન યોજવામાં આવી

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આજે ભાવનગર શહેરના જુદા જુદા ત્રણ સ્થળો પર કોરોનાવાયરસ ને લઈને ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ભાવનગર શહેરના આનંદ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ ડ્રાઇ રન યોજવામાં આવી હતી જેમાં આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


વૈશ્વિક મહામારી કોરોના ને લઈને સમગ્ર વિશ્વ જ્યારે ચિંતિત છે ત્યારે હવે કોરોના વેક્સીનને લઈને લોકોમાં એક આશાવાદ જન્મ્યો છે, આગામી સમયમાં ભારત સહિતના દેશોમાં કોરોના વેક્સિન આવાની છે ત્યારે તંત્ર દ્વારા પણ કોરોના વેક્સીન અંગેની તૈયારીના ભાગરૂપે આજે ગુજરાતના ચાર મહાનગરોમાં દ્રાઈવ રન યોજવામાં આવી હતી. ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર શહેરના આનંદ નગર પ્રાથમિક આરોગ્ય, દીપક ચોક વિસ્તારમાં શાળા નંબર ૧૯ ખાતે તેમજ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે કોરોના વેકેશન અંગેની ડ્રાઇ રન યોજવામાં આવી. 


કોરોના વેક્સીન લોકોને કઈ રીતે આપવી તે અંગે દ્રાઈવ રનમાં આજે દરેક સેન્ટરો પર 25- 25 લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ વેક્સિન આરોગ્ય કર્મીઓને આપવાની હોય આજે દ્રાઈવ રનમાં આરોગ્ય કર્મીઓને બોલાવ્યા હતા. જેમાં અગાઉથી જ તૈયાર કરેલી યાદી મુજબ કોરોના ના નિયમો ની જાળવણી રાખી યાદી મુજબ એક-એક લાભાર્થી ને બોલાવી તેમનું ટેમ્પરેચર માપી ,સેનેટાઇઝ કરી અને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવ્યા, ત્યારબાદ વેક્સીન રૂમમાં તેમને કોરોના ની વેક્સિન આપવામાં આવી હતી. વેક્સીન આપ્યા બાદ તમામ ને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં ડોક્ટરોના રિઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. આ પ્રમાણેની ભાવનગર મહાનગર પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ સેન્ટરો પર ડ્રાઇવર યોજાઇ હતી

શ્રી જે એન મહેતા હાઇસકુલ ડુંગર નો વિદ્યાર્થી કલા ઉત્સવ માં જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો

રાજ્ય સરકાર દ્વારા આયોજિત કલા ઉત્સવ માં શ્રી જૈન મહેતા હાઇસ્કુલ ડુંગર રાજુલા તાલુકા નો વિદ્યાર્થી ટીલાવત રોહન ભરતભાઈ વાદ્ય સંગીત પરંપરાગત માં જિલ્લામાં પ્રથમ સ્થાને આવી શાળાનું ગૌરવ વધારેલ છે 

બાળકોને કલા શક્તિનો વિકાસ થાય તે માટે દર વર્ષે કલા ઉત્સવ યોજાય છે પરંતુ આ વર્ષે covid 19 ના કારણે કલા ઉત્સવ ઓનલાઇન યોજવામાં આવેલ જેમાં કંઠી વાદ્ય સંગીત પરંપરાગત માં ઢોલ વાદમાં શાળાના વિદ્યાર્થી ટીલાવત રોહન બી (ધો..૧૦) માં અભ્યાસ કરતો જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ સંગીતવાદ્યો માં શાળાના શિક્ષકો પિયુષભાઈ પંડ્યા અને પ્રવીણ ભાઈ ગોહિલ દ્વારા વ્યવસ્થિત તાલીમ આપવામાં આવેલ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી રાજુભાઇ ખાચર દ્વારા તેને અભિનંદન આપવામાં આવેલ શાળાના શિક્ષકો પરમારભાઈ. મનસુખભાઈ. અસારીભાઈ. શાહ ભાઈ દિનેશભાઈ. રવજીભાઈ. સીમાબેન. અને શર્મીલાબેન ને અભિનંદન આપેલ અંતમાં વિદ્યાર્થી ટીલાવત રોહન અને શિક્ષકો શ્રી પિયુષભાઈ પંડ્યા અને શ્રી પ્રવીણ ભાઈ ગોહિલ ને ટ્રસ્ટના પ્રમુખશ્રી ભુપત કાકા મહેતા તથા નિયામકશ્રી જોરુભાઈ વરુ દ્વારા અભિનંદન મળેલ તેમ શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી રાજુભાઈ ખાચર દ્વારા જાણવામાં આવેલ

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૫૭ કિ.રૂ.૧૭,૧૦૦/-નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ડિવીઝન હેઠળનાં પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન જેસર ગામે આવતાં આવતાં તિરૂણસિંહ સરવૈયા હેડ કોન્સ., એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે, હનુભાઇ મામૈયાભાઇ કામળીયા રહે.શ્યામનગર, જેસર જી.ભાવનગર વાળો ભારતીય બનાવટનાં વિદેશી દારૂનું ગે.કા. વેચાણ કરે છે.અને હાલ તેણે તેના રહેણાક મકાને દારૂનો જથ્થો ઉતારેલ છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં બાતમીવાળી જગ્યાએ હનુભાઇ મામૈયાભાઇ કામળીયા રહે.શ્યામનગર, જેસર જી.ભાવનગરવાળો હાજર મળી આવેલ નહિ. આ જગ્યાએથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂની ઇમ્પીરીયલ વેટ નં.૧ પ્રિમીયમ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૫૭ કિ.રૂ. ૧૭,૧૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ. જે મુદ્દામાલ કબ્જે કરી તેનાં વિરૂધ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

ડુંગળીની નિકાસ બંધી હટાવતા ખેડૂતોને સારા ભાવો મળવાની આશા જન્મી.

કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસબંધી લાગતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ હતી. ડુંગળીના ભાવ દિન પ્રતિદીન ગગડતા જતા હતા. જો કે સરકાર માં અનેક રજૂઆતો બાદ ડુંગળી પર લાગેલી નિકાસબંધી હટાવતા ખેડૂતો જ ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળી રહ્યા છે. જો કે નિકાસ બાંધી સરકારે વહેલા ઉઠાવી લેવી જોઈતી હતી તેવું ખેડૂતોનું માનવું છે.


ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે આગામી ચાર માસમાં કાંદાનું છે ઉત્પાદન આવવાનું છે તે પ્રતિ વર્ષ આ સમય દરમિયાન આવતા કાંદા કરતાં વધારે હશે. પરંતુ ચોમાસા દરમિયાન ડુંગળીના વધેલા ભાવના કારણે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી. એક તરફ ડુંગળીની આવક વધતી જાય બીજી તરફ નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ દિનપ્રતિદિન ઘટતા જતા હતા. ગઈકાલે ડુંગળીના ભાવ 20 કિલોના 200થી 400 રહ્યો હતો.



જો કે ડુંગળીના ઘટતા ભાવોને લઈને ભાવનગર જિલ્લા ભાજપ અને ભાવનગર તેમજ મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને પણ કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ડુંગળીની નિકાસ બંધી હટાવવા રજૂઆત કરી હતી. અંતે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નિકાસને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. જો કે નિકાસ બાંધી હજુ 1 લી થી ઉઠવાની છે આમ છતાં સરકાર ના નિર્ણયને લઈને ભાવનગર યાર્ડમાં આજે 50 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધુ ભાવ મળી રહ્યા છે.

જો કે ખેડૂતોનું એવું માનવું છે કે સરકાર દ્વારા નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે તે નિર્ણય આવકાર્ય છે, પરંતુ સરકાર દ્વારા વહેલા નિકાસ બાંધી હટાવી લેવાની જરૂર હતી, ખેડૂતોનો માલ આવ્યો ત્યારે નિકાસ બંધી હતી હવે માલ વેપારીઓ પાસે આવી ગયો ત્યારે નિકાસ બંધી હતી જેનો લાભ વેપારીઓને થશે નહીં કે ખેડૂતોને.

જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં ઇસમને રોકડ સહિત રૂ.૫૬,૮૦૫/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

 ✳💫આજરોજ એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સુવિધા ટાઉનશીપ પાસે, એરપોર્ટ રોડ,સુભાષનગર,ભાવનગર ખાતે આવતાં *હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ક્રિમ-કોફી કલરનો ચેકસવાળો શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પહેરેલ અજય ઉર્ફે યમ રવજીભાઇ દવે રહે.બાલા હનુમાન પાર્ક,એરપોર્ટ રોડ, સુભાષ નગર, ભાવનગરવાળો બાલા હનુમાન મંદિર પાસે રોડ ઉપર જાહેરમા વરલી-મટકાના આંકડા લખી-લખાવી પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી રમાડે છે.* આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં અજય ઉર્ફે યમ રવજીભાઇ દવે ઉ.વ.૨૧ ધંધો- પ્રાયવેટ નોકરી રહે.પ્લોટ નં.૦૯, એન.જે. જવેલર્સવાળા ભગીરથભાઇ નાં મકાનમાં ભાડેથી,બાલા હનુમાન પાર્ક,એરપોર્ટ રોડ, સુભાષનગર, ભાવ નગરવાળો હાજર મળી આવેલ.તેની અંગજડતીમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.

૧. તેનાં શર્ટનાં ખિસ્સામાંથી ભુરા કલરની શાહીવાળી બોલ પેન-૧ કિ.રૂ.૦૦/- તથા વરલી મટકાનાં અલગ-અલગ આંકડાઓ લખેલ ચીઠ્ઠી-૦૫ કિ.રૂ.૦૦/- તેણે પહેરેલ પેન્ટમાં ખિસ્સામાંથી રોકડ રૂ.૫૧,૮૦૦/- અલગ-અલગ દરની ચલણી નોટો તથા MI કંપનીનો રેડ મી નોટ- મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- આ મોબાઇલ તેનાં પિતા રવજીભાઇ દવેનો હોવાનું અને તે તથા તેનાં પિતા બંને આ મોબાઇલનો ઉપયોગ વરલી મટકાનાં આંકડાનો જુગાર રમવા-રમાડવા માટે કરતાં હોવાનું જણાવેલ.તેનાં પિતાને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.આમ, આ સમગ્ર રેઇડ દરમ્યાન રોકડ રૂ.૫૧,૮૦૦/- સહિત કુલ રૂ.૫૬,૮૦૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા બાબતે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા બાબતે કેન્દ્રીય કૃષિ મંત્રીને પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી.

સમગ્ર ભાવનગર જિલ્લાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડુંગળીના ભાવ ના મળતા હોવાથી ડુંગળીની નિકાસ પર નો પ્રતિબંધ હટાવવા માટે ભારત સરકાર ના કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી આદરણીય નરેન્દ્રસિંહ તોમર સાહેબ ને ખેડૂતોવતી ભાવનગર જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળીયા દ્વારા પત્ર લખી નિકાસ પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાની રજૂઆત કરવામાં આવી.

ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

     
   આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીના માર્ગદર્શન અને સુચના મુજબ સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ગારીયાધાર તાબેના આણંદપર ગામની સીમમાં અજયસિંહ રણધીરસિંહ ગોહીલના કબ્જા ભોગવટા વાળી ’’નવાણ વાડી’’ તરીકે ઓળખાતી વાડીમાં આવેલ ઓરડીમા છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલ નંગ-૧૬૬૮ (પેટી નંગ-૧૩૯) કિં.રૂ. ૦૫,૦૦,૪૦૦/- નો મુદામાલ પકડી પાડેલ અને મજકુર ઇસમ અજયસિંહ રણધીરસિંહ ગોહીલ રહેવાસી-આણંદપર ગામ તા.ગારીયાધાર જી.ભાવનગરવાળો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ ન હોય મજકુર ઇસમ વિરૂધ્ધ પો.કોન્સ. એઝાઝખાન પઠાણ નાઓએ ફરીયાદ આપી પ્રોહી. એકટ તળે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.      

                     
        આ કામગીરીમાં સ્ટાફના હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ તથા નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

ભાવનગર શામળદાસ આર્ટ્સ કોલેજ ખાતે સુવર્ણ જ્યંતી વિજય દિવસ સમારોહની ઉજવણી કરવામાં આવી.

પૂર્વ સૈનિક સેવા પરિષદ ભાવનગર (ગુજરાત) દ્વારા આયોજિત "સુવર્ણ જયંતિ વિજય દિવસ" સમારોહ શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં
મહા મંડલેશ્વર રમજુબાપુ સાંગણા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયેલ આ કાર્યક્રમમાં સેવા નિવૃત્ત કર્નલશ્રી, લેફ્ટીનન્ટશ્રી, પૂર્વ સૈનિકશ્રીઓ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા મહામંત્રી ભરતસિંહ ગોહિલ, શહેર યુવા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને વીર જવાનો ને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં પૂર્ણ સમર્થન આપ્યું

ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયા દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે એ અભિયાનમાં પૂર્ણ સમર્થન આપ્યું.

                      તસ્વીર :- શૈલેષ રાવળ
ભાવનગર જિલ્લાના યુવાન જીજ્ઞેશ કંડોલીયા દ્વારા ચાલી રહેલા અભિયાનમાં આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ મુકેશભાઈ લંગાળીયાએ પૂર્ણ સમર્થન આપ્યું અને તેમણે જણાવ્યું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પોતાનું રજવાડું ન્યોછાવર કરી આમ વ્યક્તિ બની દેશભાવના અને રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું . તેમને ભારત રત્ન મળે તે બાબતે માનનીય રાષ્ટ્રપતિ, અને વડાપ્રધાનને અમે રજુઆત કરીશું અને આ અભિયાનમાં અમે સાથે જ છીએ.

ભાવનગર શહેર ખાતે સરદાર યુવા મંડળ દ્વારા સરદાર સાહેબના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલનું આજે સિત્તેરમો નિર્વાણ દિવસ છે ત્યારે ભાવનગર શહેર ખાતે સરદાર યુવા મંડળ દ્વારા દર વર્ષે અનોખી રીતે સરદાર સાહેબના નિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે સરદાર બાગ ખાતે પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા.

.                તસ્વીર :- શૈલેેષ રાવળ 

દેશના એકત્રીકરણ માં જેમનો સૌથી મહત્વનો ફાળો છે તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે ૭૦મો નિર્વાણ દિવસ છે, ત્યારે ભાવનગર શહેર સરદાર યુવા મંડળ દ્વારા દર વર્ષે સરદાર સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારી ને લઈને સરદાર યુવા મંડળ દ્વારા મોટા કાર્યક્રમ કરવાના બદલે ભાવનગર શહેરના સરદાર બાગ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરના પૂર્વ મેયર મનપા મોરી, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, તેમજ ભાજપ અગ્રણી યોગેશભાઈ બદાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ કરી હતી. તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા કોરોના વોરિયર્સ સરદાર સાહેબ ના ચિત્રો, દેશ ના ઇતિહાસ ના ચિત્રો જેવા વિવિધ ચિત્ર દોરી અને સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ સ્પર્ધામાં વિજેતા બાળકો ને સરદાર યુવા મંડળ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ભાવનગર શહેર અને તાલુકાઓમાં કુલ 19 પોઝીટીવ કેસ આવ્યા

ભાવનગર શહેર અને તાલુકાઓમાં કુલ 19 પોઝીટીવ કેસ આવ્યા


 ભાવનગર શેહર 17 પોઝિટિવ કેસ નોંધાયા

શહેરમાં પુરુષ -09 અને સ્ત્રી - 8

શહેરમાં 16 એ કોરોનાને મ્હાત આપતા રજા અપાઈ

જયારે તાલુકામાં 2 પોઝીટીવ કેસ નોંધાયા

તાલુકામાં 4 એ કોરોનાને માત આપતા રજા અપાઈ

ભાવનગરમાં કુલ આંક 5,524 એ પહોચ્યો

જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા અંગે એક સપ્તાહમા રૂ.૩૦.૪૭ લાખનો દંડ વસુલવામાં આવ્યો


ગત સપ્તાહે 122 વાહનો ડિટેઇન કરી 46 લાખથી વધુનો દંડ કરાયો


કોવિડ-૧૯ ના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરીવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થુંકવા બાબતે દંડ વસુલવાની કાર્યવાહી સરકારના આદેશ મુજબ ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારા કરવામાં આવી રહેલ છે. કોરોના વાયરસની મહામારીથી બચવા જાહેરમાં માસ્ક પહેરવું ભારત સરકારશ્રીએ ફરજીયાત કર્યું છે, પરંતુ કેટલાક લોકો એક અથવા બીજા બહાને માસ્ક પહેરવાનું ટાળતા હોય છે. સરકારશ્રીએ જાહેરમાં માસ્ક પહેર્યું ન હોય તો સ્થળ પર દંડ વસૂલવાની સત્તા પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન બંન્નેને આપી છે. આવામાં જો કોઈ માસ્ક પહેર્યા વિના બહાર નિકળશે તો સરકારશ્રીના આદેશ મુજબ રૂા.૧૦૦૦/- દંડ વસૂલવામાં આવે છે. પોલીસ વિભાગનો ઉદ્દેશ માત્ર દંડ વસુલવાનો નથી પરંતુ લોકો જાહેરમાં માસ્ક પહેરે કોવીડ-૧૯ સંદર્ભે સરકારશ્રી તરફથી પ્રસિધ્ધ થયેલ ગાઇડલાઇનનું પાલન કરે અને કોવીડ-૧૯ ના સંક્રમણને અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ છે , જે વ્યકિતઓ સરકારશ્રીના આદેશનું ઉલ્લંઘન કરી માસ્ક પહેર્યા વગર બહાર નીકળે છે તેઓની પાસેથી માસ્ક દંડ વસૂલવામાં આવે છે.

ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારા ગત સપ્તાહ દરમ્યાન માસ્ક ન પહેરવા અંગે કુલ-૩,૦૪૭ વ્યકિતઓને દંડીત કરી તેઓની પાસેથી કૂલ રૂ. ૩૦,૪૭,૦૦૦/-(અંકે રૂપીયા ત્રીસ લાખ સુડતાળીસ હજાર ) દંડ વસુલવામાં આવેલ છે. જેથી ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર દ્વારા જિલ્લાના પ્રજાજનોને સરકારશ્રીના કોવીડ-૧૯ સંદર્ભેના ગાઇડલાઇન/આદેશોનું પાલન કરી માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્રારા ગત સપ્તાહ દરમ્યાન એમ.વી.એકટ કલમ ૨૦૭ હેઠળ કુલ-૧૨૨ વાહન ડિટેઈન કરી તેઓની પાસેથી કૂલ રૂ. ૪૬,૪૩,૦૦૦/-(અંકે રૂપીયા છેતાળીસ લાખ તેતાળીસ હજાર) સ્થળ પર દંડ વસુલવામાં આવેલ છે.

પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખના પુત્રના થયેલ મર્ડરના ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ.


           આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમિયાન ચોકકસ બાતમી હકીકત મળેલ કે પાલીતાણા ટાઉન પો.સ્ટે ગુ.ર.ન.૧૧૨૧૦૦૬૩૨૦૧૧૭૬/૨૦૨૦ આઇ.પી.સી.કલમ ૩૦૨,૧૧૪ મુજબનો ગુન્હો ગઈ તા-૩૦/૧૧/૨૦૨૦ ના કલાક ૦૭/૦૦ વાગ્યે જાહેર થયેલ હોય જે બનાવ દાણાપીઠ સુખડીયાની દુકાન સામે પાલીતાણા ખાતે બનેલ હોય જે ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી *આમીનભાઈ ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઈબુભાઈ દલ દુધવાળા* રહે પાલીતાણા તળાવ વિસ્તાર ને શેલાણા ચોકડીથી સાવરકુંડલા જવાના રસ્તે ગુન્હામા વપરાયેલ મો.સા.સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

ભાવનગરના તગડી રોડ પર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકમાં પાછળ બેસેલ મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું

ઘોઘાના અવાણીયા ગામે રહેતા અને ખેતી કામ કરતા પાંચાભાઈ રૂડાભાઈ વલવાણી તેમના પત્ની મંજુલાબેન ઉં.વ.55 ને બાઈક પર બેસાડી અવાણીયાથી સિદસર તરફ લૌકીક કામે જઈ રહ્યાં હતાં ત્યારે બાઇક તગડી ગામે પેટ્રોલ પંપ નજીકના વળાંક પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે સામેથી આવતા ટ્રકના ચાલકે ટર્ન મારતા બાઈક પાછળ બેસેલા મંજુબેનને ટ્રકનો પાછળનો ભાગ માથામાં લાગી જતા તેઓ બાઈક પરથી નીચે પડી ગયા હતા જ્યાં તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે
અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હતો અને લાશને 108 મારફતે પી.એમ અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી,બનાવને લઇને ઘોઘા પોલીસે ફરાર ટ્રક ચાલકને પકડી પાડવા શોધખોળ હાથ ધરી હતી.

ભાવનગરમાં જાણે કે દબાણ હટાવવાની સિઝન શરૂ થઇ હોય તેમ તંત્ર દ્વારા એક પછી એક દબાણ હટાવવાની કામગીરી શરૂ

 તસ્વીર...શૈલેષ રાવળ....

ભાવનગરમાં જાણે કે દબાણ હટાવવાની સિઝન શરૂ થઇ હોય તેમ તંત્ર દ્વારા એક પછી એક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગર શહેરના તળાજા જકાતનાકા થી કાચના મંદિર સુધીના સર્વિસ રોડ માં અનેક દબાણોના કારણે સર્વિસ રોડ સંપૂર્ણ દબાઈ ગયો હતો જે દબાણ આજે મહાનગર પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા અને રોડ ને ખુલ્લો કરવામાં આવ્યો.


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના દુઃખીશ્યામ બાપા સર્કલ તળાજા જગાતનાકા થી કાચના મંદિર સુધી ફોરટ્રેક રોડ નું કામ શરૂ થવા જઈ રહી છે ત્યારે તેની મુલાકાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક નગરસેવક તેમજ મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ આવ્યા હતા.આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના ધ્યાને મુખ્ય રોડની ની બાજુમાં પસાર થતો સર્વિસ રોડ જે ૧૫મીટર નો રોડ સંપૂર્ણ દબાણોના કારણે રોડ ના હોય તેવી સ્થિતિમાં આવી ગયો હતો, જેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના ધ્યાને આવતા તાકીદે કમિશનર નું ધ્યાન દોરી અને રોડ પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા તેમજ ત્યાં નવ મીટર આરસીસી રોડનું કામ પણ તાકીદના ધોરણે શરૂ કરવામાં આવ્યું.