BREAKING

ડુંગળીની નિકાસ બંધી હટાવતા ખેડૂતોને સારા ભાવો મળવાની આશા જન્મી.

કેન્દ્ર સરકારે ડુંગળી પર નિકાસબંધી લાગતા ખેડૂતોની હાલત કફોડી થઇ ગઇ હતી. ડુંગળીના ભાવ દિન પ્રતિદીન ગગડતા જતા હતા. જો કે સરકાર માં અનેક રજૂઆતો બાદ ડુંગળી પર લાગેલી નિકાસબંધી હટાવતા ખેડૂતો જ ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળી રહ્યા છે. જો કે નિકાસ બાંધી સરકારે વહેલા ઉઠાવી લેવી જોઈતી હતી તેવું ખેડૂતોનું માનવું છે.


ભાવનગર જિલ્લામાં ડુંગળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે આગામી ચાર માસમાં કાંદાનું છે ઉત્પાદન આવવાનું છે તે પ્રતિ વર્ષ આ સમય દરમિયાન આવતા કાંદા કરતાં વધારે હશે. પરંતુ ચોમાસા દરમિયાન ડુંગળીના વધેલા ભાવના કારણે ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવી હતી. એક તરફ ડુંગળીની આવક વધતી જાય બીજી તરફ નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ દિનપ્રતિદિન ઘટતા જતા હતા. ગઈકાલે ડુંગળીના ભાવ 20 કિલોના 200થી 400 રહ્યો હતો.



જો કે ડુંગળીના ઘટતા ભાવોને લઈને ભાવનગર જિલ્લા ભાજપ અને ભાવનગર તેમજ મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને પણ કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ડુંગળીની નિકાસ બંધી હટાવવા રજૂઆત કરી હતી. અંતે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નિકાસને છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. જો કે નિકાસ બાંધી હજુ 1 લી થી ઉઠવાની છે આમ છતાં સરકાર ના નિર્ણયને લઈને ભાવનગર યાર્ડમાં આજે 50 થી 100 રૂપિયા પ્રતિ 20 કિલોએ વધુ ભાવ મળી રહ્યા છે.

જો કે ખેડૂતોનું એવું માનવું છે કે સરકાર દ્વારા નિકાસ બંધી હટાવી લેવામાં આવી છે તે નિર્ણય આવકાર્ય છે, પરંતુ સરકાર દ્વારા વહેલા નિકાસ બાંધી હટાવી લેવાની જરૂર હતી, ખેડૂતોનો માલ આવ્યો ત્યારે નિકાસ બંધી હતી હવે માલ વેપારીઓ પાસે આવી ગયો ત્યારે નિકાસ બંધી હતી જેનો લાભ વેપારીઓને થશે નહીં કે ખેડૂતોને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો