BREAKING

ભાવનગરમાં જાણે કે દબાણ હટાવવાની સિઝન શરૂ થઇ હોય તેમ તંત્ર દ્વારા એક પછી એક દબાણ હટાવવાની કામગીરી શરૂ

 તસ્વીર...શૈલેષ રાવળ....

ભાવનગરમાં જાણે કે દબાણ હટાવવાની સિઝન શરૂ થઇ હોય તેમ તંત્ર દ્વારા એક પછી એક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગર શહેરના તળાજા જકાતનાકા થી કાચના મંદિર સુધીના સર્વિસ રોડ માં અનેક દબાણોના કારણે સર્વિસ રોડ સંપૂર્ણ દબાઈ ગયો હતો જે દબાણ આજે મહાનગર પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા અને રોડ ને ખુલ્લો કરવામાં આવ્યો.


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરના દુઃખીશ્યામ બાપા સર્કલ તળાજા જગાતનાકા થી કાચના મંદિર સુધી ફોરટ્રેક રોડ નું કામ શરૂ થવા જઈ રહી છે ત્યારે તેની મુલાકાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક નગરસેવક તેમજ મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ આવ્યા હતા.આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના ધ્યાને મુખ્ય રોડની ની બાજુમાં પસાર થતો સર્વિસ રોડ જે ૧૫મીટર નો રોડ સંપૂર્ણ દબાણોના કારણે રોડ ના હોય તેવી સ્થિતિમાં આવી ગયો હતો, જેને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ના ધ્યાને આવતા તાકીદે કમિશનર નું ધ્યાન દોરી અને રોડ પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા તેમજ ત્યાં નવ મીટર આરસીસી રોડનું કામ પણ તાકીદના ધોરણે શરૂ કરવામાં આવ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો