BREAKING

બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બોટાદ નગરપાલિકા દવારા સ્વચ્છતા સર્વેક્ષણ -2021અંતર્ગત બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ ઓડીટેરીયમમા માં બાળકો દવારા સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ભારત સરકાર દ્વારા ચાલતું સ્વછતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત આજરોજ બોટાદની નગરપાલિકા કચેરીના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ મા કોલેજ તથા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આજરોજ નાનાજી દેશમુખ ઓડિટોરિયમ હોલ માં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બોટાદના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા માટે જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોટાદના પ્રમુખશ્રી તેમજ સભ્ય શ્રી તથા બોટાદના નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરાવા માટે નો હેતુ બોટાદના નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને લોકો સ્વચ્છતા માટે સહકાર આપે તેવા હેતુથી બોટાદ નગરપાલિકા દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વધુમાં બોટાદના સેનેટરી ઓફિસર દ્વારા તેમજ બાળકો દ્વારા સ્વચ્છતા જાળવવા અને કચરો જ્યાં ત્યાં નહીં ફેકવા તેમજ ગંદકી નહીં કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વચ્છતા અંગેની એપ ડાઉનલોડ કરી અને તે એપ દ્વારા પણ ફરિયાદ કરવા જણાવ્યું હતુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો