BREAKING

જેણે દેશ માટે જીવ આપ્યો તેના પરિવાર માટે કાઈક કરવાની લોકોમાં પ્રજ્વલિત થઇ ભાવના

રિપોર્ટ બાય સલીમ બરફવાલા.

જમ્મુ કશ્મીર માં હિમ સ્ખલન માં શહીદ થયેલ કરમદીયા ગામના જવાન ના પરિવારને દેવાયત બોદર આહીર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પોણા લાખના ચેક અર્પણ.

બગદાણાના કરમદિયા ગામ ના જવાન જમ્મુ કાશ્મીર ના મચીલ વિસ્તારમાં થયેલ હિમસ્ખલન માં દટાઈ ગયા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું આ બનાવ ના પગલે જવાન દેવાભાઈ પરમારનો પરિવાર શોક માં ગરકાવ થઇ ગયો હતો જયારે ગ્રામજનો એ પોતાના ભાઈ-દીકરા ની શહીદી પર ગર્વ સાથે શોક માં ગરકાવ થઇ ગયા હતા અને તેની અંતિમ વિધિમાં પણ આજુબાજુ ના પંદર જેટલા ગામના લોકો જોડાયા હતા બગદાણા ના કરમદિયા નો જવાન જમ્મુ કાશ્મીરના મચીલ  વિસ્તાર માં હિમસ્ખલન માં શહીદ થયા બાદ તેના દેહ ને જમ્મુ થી દિલ્લી અને ત્યારબાદ વડોદરા –ભાવનગર અને ત્યારબાદ તેમના વતન કરમદિયા ખાતે લાવવામાં આવ્યો અને જેની અંતિમ વિધિ પણ થઈ જેને આજે છ છ દિવસના તાણા વાણા વીતવા છતાં પણ આ ગામનો પ્રત્યેક નાગરિક હજુ પણ આંસુ પાડે છે હજુ પણ કરુણ દ્રશ્યો જોવા મળે છે હજુ પણ આખા ગામના લોકો ગમગીન જોવા મળે છે અને રીતસર આંસુ પાડે છે જ્યારે આજે દેવાયત આહીર સમૂહ લગ્ન સમિતિના આગેવાનો દ્વારા કરમદીયા ગામે પરિવાર ની મુલાકાત લીધી હતી જયારે ૭૫ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ મુલાકાત દરમિયાન આહીર સમાજ ના અગ્રણી રઘુભાઈ હુંબલ' માયાભાઈ આહીર' અમરીશભાઈ ડેર' મિલન કુવાડીયા' મધુભાઈ ભાદરકા' પાચુભાઈ આહીર' વિનોદભાઈ આહીર' રામભાઈ આહિર' સહિતના આગેવાનો જોડાયા હતા..




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો