ભાવનગર-અમદાવાદ હાઈવે પર કરદેજ ગામ
નજીક એક પુરઝડપે જઈ રહેલ ખાનગી બસ નું પાછળ નું ટાયર ફાટતા બસ પલટી મારી ગઈ હતી જેમાં
લગભગ ૩૦ કરતા વધુ લોકો સવાર હતા જેમાંથી ૧૫ જેટલા ને નાનીમોટી ઈજાઓ થઈ હતી જેઓ તમામ
ને સારવાર માટે ભાવનગર ની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર શહેર અને જીલ્લામાં બેફામ બનેલા ખાનગી
વાહન ચાલકો બેફામ વાહન ચલાવી, વધુ કેપેસીટી બહાર પેજેન્સર ભરી તેમજ કંડમ થઈ ગયેલા
વાહનો ચલાવી ને લોકોની જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર અમદાવાદ હાઈવે
પર કરદેજ ગામ નજીક આવી જ એક ખાનગી બસનો ચાલક પુરઝડપે બસ લઈને જઈ રહ્યો હતો ત્યારે બસ
નું પાછળ નું ટાયર અચાનક ફાટતા બસ પલટી મારી ગઈ હતી, આ બસ માં લગભગ ૩૦ કરતા વધુ લોકો
સવાર હતા ત્યારે બસ માં બેઠેલ મોટાભાગના લોકોને નાનીમોટી ઇઅજો થઈ હતી જેમાંથી વધુ ઈજા
પામેલ ૧૫ કરતા વધુ લોકોને સારવાર માટે ભાવનગર ની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા
હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો