BREAKING

વિદ્યાર્થી ચડ્યો ઓનલાઈન ચોરીના રવાડે.

હાલના સમયમાં નોટબંધી બાદ જ્યારે કેશલેસ ટ્રાન્જેકશનનું ચલણ વધેલ છે ત્યારે ભેજાબાજો નવા-નવા નુસ્ખા અપનાવી માણસોના પૈસા ઓનલાઇન ઉપાડી લેવાના કિમીયા અપનાવતા હોય છે. ત્યારે આવા આ રવાડે બીકોમ માં આભ્યાસ કરતો એક વિદ્યાર્થી ચડી ગયો અને બેંક કર્મચારીના જ ડેબીટ કાર્ડ મારફતે ૮૦૦૦ પે-ટીએમ દ્વારા ઉપાડી લીધાની ઘટના બની છે.

ગઇ તારીખ ૨૫/૦૧/૨૦૧૭ ના રાત્રીના પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરતા સુદર્શનભાઇ કૌશિક નું પાકિટ તેમના રૂમમાથી ચોરી થયેલ અને પાકિટમાં રહેલ સ્ટેટ બેંકના ડેબિટકાર્ડ માથી રૂપિયા ૮૦૦૦/- ઉપડી ગયેલ જે બાબતે સુદર્શનભાઈએ એસ.ઓ.જી. શાખામાં એક અરજી આપેલ અને આ બાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી. જે તપાસ દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને મળેલ હકિકત આધારે આરોપી મૂળ બિહારના વતની અને વર્ષોથી મહુવા રહેતા અને હાલ વિદ્યાનગરમાં આવેલ સ્વિટલેન્ડ હોસ્ટેલમાં રહેતા અ એ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા નિકેતનસિંહ અરૂણસિંહ રાઠોડ પકડી પાડવામાં આવેલ છે. અને આરોપીઓ પોલીસ પુછપરછમાં કબુલાત આપેલ છે કેપોતે તથા સુદર્શનભાઈ એકજ રૂમમાં રહે છે. અને સુદર્શનભાઈ સુતા હતા ત્યારે તેમનુ પાકિટ ચોરી કરી પાકિટમાં રહેલ પૈસા લઇ લીધેલ ને પાકિટમાં રહેલ ડેબિટકાર્ડ આધારે પોતાના PAYTM  એકાઉન્ટમાં રૂપિયા ૮૦૦૦/- ટ્રાન્સફર કરી લીધેલ હતા. વધુ પૂછપરછ માં તેને જણવ્યું હતું કે તેને દેવું થઈ ગયું હતું તે પૈસા ચુકવવા તેને આ કાર્ય કરેલ, હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને એસ.ઓ.જી. પોલીસે આરોપીને નિલમબાગ પોલીસને સોપી આપેલ છે. અને નિલમબાગ પોલીસ આ બાબતે આગળની તપાસ કરી રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો