BREAKING

ચાર બંગડીવાળા’ આલ્બમમાં વપરાયેલી ઓડી કાર ફસાઈ હત્યા કેસમાં.



અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં થોડા મહિના અગાઉ થયેલા અપહરણ-હત્યા કેસમાં વપરાયેલી ઓડી કારને પોલીસે ઝડપી લીધી છે. બોપલના રહેવાસીની કારનો ઉપયોગ યુવકનું અપહરણ કરવામાં થયો હતો. બાદમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે એક ચોંકાવનારી વિગત પણ બહાર આવી છે કે, આ કેસમાં કબ્જે કરાયેલી ઓડી કાર અને જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેના ફેમસ આલ્બમ ‘ચાર બંગડીવાળી ગાડી...’માં ઉપયોગ થયેલી ઓડી કારનો નંબર સરખો છે. હાલ વટવા પોલીસે અગાઉની હત્યા પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલી કાર કબ્જે લીધી છે.
          સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે થોડાક મહિના અગાઉ સુરેન્દ્રનગર વિસ્તારમાંથી એક યુવક યુવતીને ભગાડીને લઇ ગયો હતો ત્યાર બાદ તે યુવકને અપહરણ કરીને વટવા વિસ્તારમાં લવાયો હતો. જ્યાં તેને માર મારીને વટવા વિસ્તારના રોકડા ગામ પાસે ફેંકી દેવાયો હતો. પોલીસને આ સ્થળેથી યુવકની લાશ મળી હતી. પોલીસ તપાસના અંતે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપીએ અપહરણ કરવા માટે જે કાર ઉપયોગ કર્યો હતો તે  જ નંબરની ઓડી કાર કિંજલ દવેના આલ્બમ ‘ચાર બંગડીવાળી ગાડી...’માં પણ દેખાઇ હતી. વટવા પોલીસે તાજેતરમાં જ તે કાર પણ કબજે કરી છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં કારની માલિકી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો