ભાવનગર નિલમબાગ પોલીસ
સ્ટેશન નો સ્ટાફ વોચમાં હતો તે દરમિયના સંતકવરરામ ચોક પાસે થી ચોરાવ બાઈક પર જઈ
રહેલ બે યુવકોને ઝડપી તેની પાસેથી એક સ્કુટર અને એક બાઈક કબજે કર્યા હતા અને બન્ને
સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બન્ને યુવકો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે
ચોરી ના રવાડે કેમ ચડ્યા તે એક મોટો સવાલ છે.
ભાવનગર નિલમબાગ પોલીસ
સ્ટેશનનો સ્ટાફ તેમજ ટ્રાફિક પોલીસ નો સ્ટાફ આજે શહેરમાં ચેકીંગમાં હતા તે દરમિયાન
સંતકવારામ ચોક પાસેથી પસાર થઈ રહેલ એક સ્કુટરમાં બે યુવકોને હર્ષ ઉર્ફે ભુરો
હિતેષભાઇ મજેઠીયા તેમજ રાજ યોગેશભાઇ કનૈયાલાલ ચૌહાણ ને એકટીવા ને અટકાવી તેની પાસે
રેહેલ એકટીવા મોટરસાયકલ ના કાગળ માગતા તેઓ સંતોષ કારક જવાબ નહી મળતા આખરે પોલીસે
કડક પુછપરછ કરતા તેઓ એ આ સ્કુટર આજથી ચારેક મહિના પેહલા અનંતવાડી થી ચોરી કરેલ અને
તેમજ આજ થી દસેક દિવસ પેહલા બન્ને આરોપી ઓ
એ ડો.દ્રિજેશ શાહ ના દવાખાના પાસે થી પાર્કિંગ માથી બહાર ના ભાગે થી એક પલસર બાઈક નંબર
વગર ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે બન્ને વાહન ચોરી બાબતે નિલમબાગ પોલીસ
સ્ટેશનમાં ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ
બન્ને યુવકો માંથી હાર્શ મજેઠીયા સરદાર પટેલ સ્કુલમાં ધો-૧૨ માં અભ્યાસ કરે છે
તેમન રાજ ચૌહાણ વાલિયા કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો