BREAKING

તળાજા માં અપહરણ ના કેસના આરોપી ઝડપાયા


અશોક મકવાણા-તળાજા
તળાજાના રેતી ખનન ની બાતમી પોલીસને આપવા બાબતે એક શ્રમીક યુવાનનું 5 શખ્સોએ બળજબરીથી અપહરણ કરી ફોર વ્હીલર ગાડીમાં વાડીમાં બાવળની ઝાડીમાં લઇ જઇ રીવોલ્વર બતાવી લોખંડના પાઇપ અને ઢીકપાંટુંનો માર મારી નાસી ગયા હતા જે મામલે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ ના આધારે પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

તળાજા માં ગત તા.૨ ફેબ્રુઆરીના રોજ તળાજાના પંચશીલ સોસાયટીમાં રહેતો દિનેશભાઇ નાગજીભાઇ ચૌહાણ મોડી સાંજના પોણા આઠ વાગ્યાના સુમારે તેનું મોટર સાયકલ લઇ ગોરખી થઇ શેત્રુંજી નદીના કાચા રસ્તેથી તેના ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેને તળાજાના જ ઇરશાદ કરીમભાઇ દસાડીયા સહિતના ઇસમોએ તેના અટકાવીને ધમકી મારી કે તુ કેમ અમારી રેતી ચોરીની બાતમી પોલીસને કેમ આપે છે, તેમ કહી ફોર વ્હીલ વાહનમાં બળજબરીથી અપહરણ કરી તેને રિવોલ્વર ની આણીએ ઢોર માર મારી નો તરછોડીને નાસી છુટ્યા હતા બાદ માં ઈજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ફરિયાદ લઈને તળાજા પોલીસને મોકલી આપવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં ઈર્શાદ દસાડીયા સહિતના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો