BREAKING

રહેણાકી મકાનમાં આગ, આગ બુજાવવા ગયેલ યુવતીનું દાજી જતા મોત


સૌજન્ય-ભરતભાઈ નિમાવત-તળાજા
ભાવનગર જીલ્લાના તળાજા સખવદર ગામે એક રહેણાકી મકાનમાં આગ લાગતા આગ બુજાવવા જતા એક યુવતી ગંભીર રીતે દાજી જતા યુવતીની કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, આ ઘટના ને લઈને નાના એવા સખવદર ગામે શોક નું મોજું ફેલાઈ ગયું હતું.


તળાજાના સખવદર ગામે બપોરના સુમારે પોપટભાઈ સોલંકીના મકાનમાં એક રૂમ માં કપાસ ભરેલો હોય જેમાં શોર્ટ સર્કિટના કારણે કપાસમાં અચાનક આગ લાગી હતી અને આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, આગમાં ઘરની તમામ ઘરવખરી બાલી ને ખાખ થઈ ગઈ હતી, જો કે આગ જોતા જ ત્યાં રહેલ પોપટભાઈની દીકરી વર્ષાબેન સોલંકી પાણી લઈ આગ બુજાવવાનો પ્રયાસ કરતા કરવા જતા આગની જવાળામાં તેઓ ગંભીર રીતે દાજી ગયા હતા, ગંભીર રીતે દાજેલ આ યુવતીને તાકીદે સારવાર માટે તળાજાની રેફરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં થોડી સારવાર બાદ ડોકટરે તેને મૃત જાહેર કરી હતી, આ ઘટના ને લઈને નાનકડા એવા સખવદર ગામ માં શોકનું મોજું ફરી વળ્યું હતું, 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો