નલિયા સામુહિક દુષ્કર્મ ના પડઘમ હજી શમ્યા નથી ત્યાજ ભાવનગરમાં ૧૧ વર્ષની બાળા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, સગીર બાળાને બાઈક પર બેસાડી અને અજાણ્યો ઇસમ અવાવરું જગ્યામાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો આ અંગે પીડિત પરિવાર ને આ અંગેની ફરિયાદ છેક છ દિવસ બાદ લેવામાં આવી હતી અને મોદી ફરિયાદ લેવા બાબતે એક પીઆઈ ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જો કે આ સમગ્ર પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈને તાકીદે આરોપીને નેત્ર સીસીટીવીના આધારે શોધી કાઢ્યો છે
સમગ્ર બનાવ ની વિગત જોઈએ તો ગત તા.૨ ફેબ્રુઆરીના રોજ ભાવનગરના નવા બંદર રોડ પર રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૧ વર્ષ ની સગીરાને કોઈ અજાણ્યો બાઈક સવાર લલચાવી અને તારા પિતાને કંકોત્રી દેવા જવાનું છે તેમ કહી સાથે બેસાડી અને આ સગીરાને નવા બંદર રોડ પર આવેલ ખેતરમાં લઈ ગયેલ અને ત્યાં છરી બતાવી ધાક ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચરી ને આ સખ્સ ફરાર થઈ ગયો હતો, આ આ ઘટના અંગે સગીરાએ સાંજે મજૂરીએ થી ઘેર આવેલ તેમના માતાપિતા ને કહેતા તેમના પર આભ તૂટી પડ્યું હતું અને સગીરાને લઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા માટે ગયેલ પરંતુ ફરિયાદી ની ફરિયાદ છ છ દિવસ સુધી લેવામાં આવી ના હતી, જો અંતે ડીવાયએસપી દ્વારા ખુદ ફરિયાદીના ઘેર જઈને સમગ્ર ઘટના આને પૂછપરછ કરી ફરિયાદીની તા.૮ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ લેવામાં આવી હતી,
ફરિયાદીની ફરિયાદ અને ભોગ બનનાર સગીરા દ્વારા કરવામાં આવેલ વર્ણન પર થી તેમજ ભાવનગર ના “નેત્ર “ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજમાં આરોપી ના ફૂટેજ તેમજ બાઈક નંબર મળી આવતા તે આને એલસીબી ટીમે તપાસ આરંભતા આ આરોપી કુંભારવાડા ના અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતો અને હીરા ઘસવાનું કામ કરતો મનજી કવાભાઇ જીન્જરીયા હોવાનું ખુલ્યું હતું, પોલીસે આ આરોપીની અટકાયત કરી કડક પૂછપરછ માં આરોપી એ ગુનો કબુલ્યો હતો આથી પોલીસે તેની કાયદેસર ધરપકડ કરી અને તેની વિરુધ કાયર્વાહી હાથ ધરી હતી,
સગીરા પર દુષ્કર્મ આચરનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો