“ના જાણે જાનકી નાથે
કાલે સવારે શું થવાનું છે” આ કહેવત ને સાચી કરતો દુઃખદાયક અને પીડાદાયક કિસ્સો
ભાવનગર જીલ્લા ના સિહોર તાલુકાના પીપરલા ગામે બન્યો છે, હસતો રમતો અને કિલોલ કરતો
બાળક અચાનક જ ન સમજાય તેવી ગંભીર બીમારી માં પટકાઈ જાય અને માતાપિતા આ રોગની
સારવાર કરી કરાવી શકાય તેવી સ્થિતિમાં ના હોય ત્યારે તેના પર શું વીતતી હશે તે તો
તે જ જાણે. ત્યારે આવા સંજોગમાં તેઓ દેશના વડપ્રધાન ને બુહાર લાગવી રહ્યા છે.
ભાવનગર જીલ્લાના સિહોર
તાલુકાના પીપરલા ગામે રહેતો ૧૦ વર્ષ નો બાળક નીતિન હસતો હસતો શાળાએ ગયો હતો અને
ત્યારે અચાનક આચકી તે ત્યાં જ પડી ગયો, આ અંગે તાત્કાલિક તેના માતાપિતા ને શાળે
બોલાવ્યા હતા અને સારવાર અર્થે શિહોર લઈ જવાયો પરંતુ ત્યાના ડોક્ટર ને ત્યાંથી કેસ
ભાવનગર રીફર કર્યો હતો, ભાવનગર સર ટી ના ડોકટરોને તેમજ ૧૦ જેટલા ખાનગી નિષ્ણાતો દ્વારા SSEC નામનો
વાઈરસ છે અને તેના લક્ષણો દેખાઈ છે તેવું નિદાન થયું હતું, આ રોગ માં બાળક હમેશ
માટે પથારીવશ થઈ ગયું છે, આ રોગમાં તેના અંગો કામ કરતા બંધ થઈ જાય છે અને જેની
સારવાર ખુબજ મોંઘી હોય છે આ બધું સાંભળતા મજુરી કામ કરતુ દંપતી પર આભ તૂટી પડ્યું હતું,
રોજ લાવીને રોજનું ખાતા આ પરિવારને તેના લાડકવાયાની સારવાર માટે અત્યારે કશું
સુજતુ નથી અને આંખના આંસુ શિવાય તેની પાસે કશું જ નથી, હાલ આ પરિવાર પાસે પોતાના
લાડકવાયા ની સારવાર કરવવા માટે વિનતી ના શબ્દો શિવાય કશા જ શબ્દો નીકળતા નથી,
ત્યારે ભૂતકાળમાં
અમરેલીના એક યુવાનને તેમજ બીજા ઘણા લોકોને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અંગત ધ્યાન
આપીને સહાય મળી છે જેની વ્યક્તિગત મોદી સાહેબ દ્વારા ધ્યાન રખાયું છે ત્યારે
પીપરલાના આ ગરીબ અને બેસહાય દંપતી તેમના લાડકવાયાની જિંદગી માટે પીએમ મોદીની અમારા
માધ્યમ દ્વારા દયા અને સહાય ની માંગણી યાચી રહ્યું છે. સમગ્ર ભારતમાં આ રોગની સામે
બાથ ભીડી શકાય તેવી કોઈ દવા ઉપલબ્ધ નથી ત્યારે વિદેશથી આ દવા મગાવવાની છે,
વડપ્રધાન દ્વારા આ કેસમા યોગ્ય મદદ મળે તો દેશના ભાવી એવા આ બાળકને નવજીવન પ્રદાન
કરી શકાય,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો