BREAKING

તળાજાના વેજોદારી ગામે ભાઈએ કરી ભાઈ ની હત્યા.


તસ્વીર સૌજન્ય-મથુર ચૌહાણ-બોરડા

તળાજા તાલુકાના વેજોદરી ગામે બાઇકની બોલાચાલીમાં વહેલી સવારે નાનાભાઇએ મોટાભાઇને માથામાં કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખતા નાનકડા વેજોદરી ગામમાં ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે, હત્યાના બનાવની જાણ થતા દાઠા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ હત્યારા ભાઇને ઝડપી લઇ વધુ પુછપરછ હાથ ધરી છે.

તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતા ધરમશીભાઇ ઝવેરભાઇ ઢાપા (ઉ.વ.40) એ ખેતી કામ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે ધરમશીભાઇની સાથે તેનો નાનો ભાઇ શૈલેષ પણ ખેતી કામમાં મદદ કરે છે.ખેતીકામ કરતા ધરમશીભાઇનું બાઇક બે દિવસથી ગુમ થયેલ હોય જેને લઇ તેના નાનાભાઇ શૈલેષને બાઇક ગુમ થયા અંગે તે બાઇક ગુમ કર્યું છે તુ લાવી દે જે તેમ કહી ઠપકો આપ્યો હતો. મોટાભાઇએ ઠપકો આપતા શૈલેષને લાગી આવતા તેને ગઇકાલે રાત્રે જ મોટાભાઇની હત્યા કરવાનું નકકી કરી બંનેભાઇઓ વાડીમાં સુઇ ગયા હતા અને વહેલી સવારે શૈલેષે જાગી નિંદ્રાધીન મોટાભાઇના માથામાં કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. હત્યાના આ બનાવની જાણ થતા દાઠા પોલીસ મથકના પી.એસ.આઇ.સહીત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતક ધરમશીભાઇના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હત્યારા શૈલેષને ગણત્રીના સમયમાં ઝડપી લીધો હતો. પી.એસ.આઇ. પરમારએ શૈલેષ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તેની આગવી ઢબે પુછપરછ કરતા તેને હત્યાની કબુલાત આપતા જણાવ્યું હતું કે મોટાભાઇએ બાઇક ગુમ થતા ઠપકો આપતા તેને લાગી આવતા હત્યા કર્યાની કબુલાત આપી હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો