BREAKING

તળાજાના કુંઢડા ગામેથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા.



વિશાલ રાઠોડ/ભાવનગર

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તળાજા તાલુકાના કુંઢડા ગામે રેડ કરતા તળાવના કાંઠે ગૌચરની જમીનમાં જુગાર રમતા પ્રવીણ પરમાર, જેન્તી પરમાર, જીલું મોમ અને મગન પરમાર નામના ઈસમને રૂ.16850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે તળાજા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો