BREAKING

ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી એસઓજીની ટિમ.


તસ્વીર-વિશાલ રાઠોડ

ભાવનગર
ભાવનગર એસ.ઓ.જીને બાતમી મળેલ હતી કે, રાજુ ઉર્ફે કાળુ ભોળાભાઇ જહમોરીયા ઘોઘા રોડ ચૌદનાળા પાસે રોડની જમણી બાજુ કલ્યાણજી દાદાની દેરીના ઓટલાના પગથીયા ઉપર બેઠેલ છે અને તેની પાસેની થેલીમાં ગાંજો રાખી ગાંજાનું વેચાણ કરે છે જેથી બાતમી આધારે રેઇડ કરતા આ ઈસમ મળી આવેલ જેની પાસેથી ૧ કિલો ૧૨૦ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા ૧૧,૨૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી તેની સામે સામે NDPS એક્ટ તળે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો