ભાવનગર
૬ સપ્ટેમ્બર-૧૭
ભાવનગર જીલ્લાના દલિત સમાજના આગેવાન અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય
તેમજ લઘુમતી સમાજના આગેવાનોએ તેમના અને તેમના સમાજને પક્ષન દ્વારા થતા અન્યાય થતો
હોવાનું લાગણી અનુભવી કોંગ્રેસના તમામ હોદાઓ પરથી અને પ્રાથમિક સભ્યપદે થી
રાજીનામાં આપી દેવાની જાહેરાત કરી હતી, જો કે આગામી દિવસોમાં સીએમ ભાવનગર આવવાના
હોય ત્યારે તેઓ તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે તેવી રાજકીય શક્યતાઓ જોવાઈ રહી
છે.
ગુજરાત કોંગ્રેસ માં ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી કોંગ્રેસના ગઢડા બેઠક ના
ધારાસભ્ય રહી ચુકેલા અને ૨૦૦૭ તેમજ ૨૦૧૨ માં કોંગ્રેસમાંથી હારેલા એવા પ્રવીણ
મારું દલિત સમાજના આગેવાન પણ છે તેઓ અને સૌરાષ્ટ્ર લઘુમતી સમાજના નેતા અને ગુજરાત
પ્રદેશ સમિતિના મંત્રી અને પાલીતાણા ના પૂર્વ નગરપતિ ડો.હાજી હયાતખાન બલોચ દ્વારા
આજે એક પત્રકાર પરિષદ બોલાવી કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. આ પત્રકાર
પરીષદમાં બન્ને આગેવાનો નો સંયુક્ત સુર હતો કે મોવડી મંડળના આગેવાનો દ્વારા
રાજ્યની દરેક પ્રકારની ચૂટણીમાં અને સંગઠનમાં દલિત સમાજને અને લઘુમતી અન્યાય
કરવામાં આવી રહ્યો છે આ અંગે ઘણીવાર લેખિત અને મૌખિત રજુઆતો કરવા છતાં પણ કોઈ
પરિણામ મળેલ નથી તેથી અમો કોંગ્રેસના તમામ હોદાઓ તેમજ સામાન્ય સભ્યપદેથી રાજીનામું
આપીએ છીએ,
ગુજરાતમાં રાજસભા ની ચુંટણી સમયથી લોકો જોઈ રહ્યા છે કે કોંગ્રેસ ની
મુશ્કેલીઓ દુર થવાના બદલે વધતી જાય છે અને તેના એક પછી એક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી
રહ્યા છે. પોતાની આખી જીંદગી કોંગ્રેસમાં કાઢનાર નેતાઓ આગામી દિવસોની ભવિષ્ય
વાંચીને કોંગ્રેસ છોડી રહ્યા છે કે પોતાનું ભવિષ્ય બનાવવા માટે ભવિષ્ય બનાવવા માટે
કોંગ્રેસ છોડી રહ્યા છે તે આગામી દિવસોમાં નક્કી થશે. પ્રવીણ મારું ઘણા સમયથી
કોંગ્રેસ છોડશે તેવી અટકળો લગાવાઈ રહી હતી ત્યારે તેઓ દ્વારા કોંગ્રેસ છોડવાની
જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ બીજા કોઈ પક્ષમાં જોડાવાની જાહેરાત ન કરતા એવો
અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ આગામી દિવસોમાં સીએમ ના પોગ્રામ દરમિયાન
ભાજપમાં જોડાશે તેવી રાજકીય શક્યતાઓ જોવાઈ રહી છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો