BREAKING

ભાવનગરમાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ, જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું.




ભાવનગર
૬ સપ્ટેમ્બર૧૭
દુનિયાભરમાં ચિંતાનો વિષય એવી બ્લુ વ્હેલ ગેમ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કોમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી ક્યુરેટર અથવા એડમિનિસ્ટ્રેટર બનીને યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ગેમ રાજ્યસરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના લઈને ભાવનગર જીલ્લા મેજિસ્ટ્રેટ હર્ષદ પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ભાવનગર જીલ્લામાં પણ આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

બ્લુવ્હેલ ગેમ મારફતે યુવાનો આત્મહત્યા કરવા પ્રેરાઈ રહ્યા છે ત્યારે પાલનપુરમાં બ્લુ વ્હેલ ગેમના કારણે આપઘાતનો પ્રથમ બનાવ બન્યા બાદ રાજ્ય સરકાર આ અંગે ચિંતિત બની હતી અને આ ગેમ પર ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે આ જેને લઈને ભાવનગર જીલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ પટેલ દ્વારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને ભાવનગર જીલ્લમાં આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, આજે જીલ્લા કલેકટર અને જીલ્લા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો બીજો અધિનિયમ)ના કાયદાની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તા હેઠળ ભાવનગર જિલ્લામાં જાહેર સલામતિ અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર એવા કોઇપણ પ્લેટફોર્મ પર બ્લુ વ્હેલ ગેમ, બ્લુ વ્હેલ ચેલેન્જ વિગેરે મારફતે ક્યુરેટર/એડમિનિસ્ટ્રેટરનાં રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમ/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. સાથોસાથ જે પણ વ્યક્તિને ભાવનગર જિલ્લામાં કોઇપણ અન્ય વ્યક્તિ એવી ગતિવિધિમાં ભાગ લે છે, તે ધ્યાને આવે તો નજદિકનાં પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવે છે. અને આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનારા ભારતના ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો