સૌજન્ય- સમીર બેલીમ જેસર
જેસર તાલુકાના કોટામોઇ ગામે શિક્ષક દિવસની ઉજવણી સાથે સાથે જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ કલાસ રૂમનું ઉદઘાટન મહાનુભાવો ની હાજરીમાં કરવામાં આવ્યું.
જેસર તાલુકાના કોટામોઇ ગામે શિક્ષક દિવસની ઉજવણી ખુબજ ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી, સાથે સાથે સરકારના જ્ઞાનકુંજ પ્રોજેકટ નું પણ ઉદઘાટન કરવામાં આવ્યું, આ પ્રોજેકટ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 508 શાળામાં ચાલુ કરવામાં આવ્યો છે જેમાં ભાવનગર ની 76 શાળામાં આ પ્રોજેકટ અંતર્ગત પસંદગી કરવામાં આવી છે જેમાં જેસર તાલુકાના બે શાળાની પસંદગી કરવામાં આવી જેમાં કોટામોઇ પ્રાથમિક શાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ અંતર્ગત પસંદ કરાયેલ શાળામાં ડીઝીટલ કલાસ રૂમ ઉભો કરવામાં આવે છે જેમાં લેપટોપ, પ્રોજેક્ટર, ડીઝીટલ બોર્ડ, ઇન્ટનેટ કનેક્ટિવિટી સહિતનો સમાવેશ થાય છે, અહીં ઉપલબ્ધ લેપટોપમાં એક વિશિષ્ટ સોફ્ટવેર મારફતે એનિમેશ દ્વારા પુસ્તક વિના અભ્યાસ કરવામાં આવશે. જેમાં ધો 5 થી 8 ના વિદ્યાર્થીઓને કોઈપણ પુસ્તક ની જરૂરિયાત વિના જ અભ્યાસ કરાવવામાં આવશે.
આ કાર્યક્રમ માં જેસરના સરપંચ મનુપૂરી ગૌસ્વામી, જેસર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ યુવરાજસિંહ શાળાના સ્ટાફગણ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા.
હવે પ્રાથમિક શાળાના બાળકો પુસ્તક વિના અભ્યાસ કરશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો