હેમંત ડાભી.વલ્લભીપુર
એક બાજુ સ્ત્રી શક્તિકરણની વાતો થાય છે ત્યારે બીજી સ્ત્રીઓ આસલામત છે. ભાવનગરના રંઘોળા ગામે એક સગીરાને ઉઠાવી જઈ ચાર ઇસમો દ્વારા સામુહિક બળાત્કાર ગુજારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, જો કે સમગ્ર ઘટનાની ગંભીરતા થી નોંધ લઈ અને આ બળાત્કારી ચારેય ઇસમોને ઝડપી લીધા છે.
બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ ને લઈને સરકાર દ્વારા કાયદા-કાનુમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેનો કડક અમલ થાય તે માટે પોલીસને તાકીદ પણ કરવામાં આવી છે આમ છતાં પણ આવી ઘટનાઓ અટકવાનું નામ જ લેતી નથી, ભાવનગરમાં આવી ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે જે સમાજ માટે એક ચિંતાનો વિષય છે, ગુનેગારો દિવસેને દિવસે બેખોફ બની રહ્યા છે ત્યારે વધુ એક સામુહિક દુષ્કર્મ ની ઘટના ભાવનગર જિલ્લના ઉમરાળામાં બની છે,
સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો
સિહોરના ટાણા રોડ પર રહેતા દેવીપૂજક પરિવારની સગીરાને તેના મા-બાપે કામ અંગે ઠપકો દેતા તેણી ઘર છોડી નીકળી ગઇ હતી અને રંઘોળા બસ સ્ટેન્ડ પાસેથી વાડી વિસ્તારમાં જતા તેણીને એકલી જોઇ રંઘોળાના દેવીપૂજક ભરત બાબુભાઇ, ભરત જીણાભાઇ, સુરેશ નારણભાઇ અને અને એક સગીર ઇસમેં ભેગા મળી સગીરાને બાવળની કાંટની વાડમાં લઇ જઇ બળજબરીથી દુષ્કર્મ આચરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ ઉપરોક્ત ચારેય શખ્શો વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસ ગુનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈને ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનાના સગીર સહિતના તમામ ચારેય આરોપીને દબોચી લઈ તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રંઘોળા માં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચરનાર ઈસમો ઝડપાયા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો