BREAKING

આગામી ૧૧મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માસ સી.એલ પર જનારા સરકારી ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી થશે.


ગાંધીનગર-૧૦સપ્ટેમ્બર-૧૭
હાલ પુરની પરિસ્થિતિ તેમજ સ્વાઈન ફ્લુ અને પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે, ત્યારે લોકોને આવશ્યક એવી આરોગ્યલક્ષી સેવાઓ સમયસર મળી રહે તેવી જરૂરિયાત છે,  આવા સંજોગોમાં આવી આવશ્યક સેવાઓ જનતાને પૂરી પાડવાના બદલે અને જનતા ની પડખે ઉભા રહેવાને બદલે  આગામી તા.૧૧ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત  ઇન સર્વિસ ડોક્ટર એસોસીએશન દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ડોકટરો માસ .સી.એલ પર જવાનું એલાન કરવામાં આવ્યું છે.   

જો કે આરોગ્યસેવાઓ ને ગુજરાત આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ-૧૯૭૨ મુજબ આવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આવી આવશ્યક સેવાથી જનતા ને અળગા રાખવા તે અતિ ગંભીર બાબત છે,હાલ રોગચાળાએ ગુજરાતને ભરડામાં લીધું છે ત્યારે ગુજરાત  ઇન સર્વિસ ડોક્ટર એસોસીએશન દ્વારા તા.૧૧ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર સુધી માસ સી.એલ પર જવાનું જાહેર કર્યું છે તે ગેરકાયદેસર હોય જેને લઈને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી અને માસ સી.એલ પર જનારા ડોકટરોને ચેતવણી આપવામાં આવી છે કે જે સરકારી ડોકટરો આગામી ૧૧ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન માસ સી.એલ પર જશે તેમની સામે ગુજરાત આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ-૧૯૭૨ ના ભંગ મુજબ જરૂરી શિક્ષાત્મક પગલા લેવાંમાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો