10 સપ્ટેમ્બર17
ભાવનગર
ભાવનગરમાં બ્રમ્હ સમાજ દ્વારા મહારેલી કરાયેલા આયોજનને તંત્ર દ્વારા ગઈકાલે સાંજે મંજુરી આપવામાં આવી ના હતી તેમ છતાં આજે સવારે બ્રમ્હ સમાજના યુવકોએ માર્કેટિંગ યાર્ડ નજીક થી એકી વિશાલ રેલી કાઢી હતી, જો કે પોલીસ જોતી રહી અને આ રેલી આખલોલ જકાતનાકા પાસે આવેલ ફરશી સ્ટેન્ડ પાસે પહોચી હતી ત્યાં આખરે પોલીસ ભારે ઘર્ષણ વચ્ચે ૨૦૦ કરતા વધુ યુવકોની અટકાયત કરીને રેલીને ખેર-વિખેર કરી હતી.
ગુજરાતમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂટણીમાં ભાજપ કે કોંગ્રેસ જો બ્રમ્હ સમાજને ૨૦ ટીકીટ નહી આપે તો તેની વિરોધમાં જશે તેવા સંકલ્પ સાથે આજે ભાવનગરમાં બ્રમ્હ સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન ના ભાગ રૂપે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા ના વહીવટી તંત્ર દ્વારા આ રેલી ને ગઈકાલે સાંજે છેલ્લી ઘડીએ મજુરી આપી ના હતી. મંજુરી ના હોવા છતાં બ્રમ્હ સમાજના આગેવાનો રેલી કાઢવા મક્કમ થયા હતા અને ભાવનગરના માર્કેટિંગ યાર્ડ નજીક થી વિશાળ રેલી કાઢી હતી, આ રેલી મુખ્ય સ્થળ અખાલોલ જકાતનાકા પાસે ફરશી સ્ટેન્ડ હતું અને ત્યાંથી મુખ્ય રેલી કાઢવાની હતી. પોલીસ સાથે ભારે ઘર્ષણ વચ્ચે બ્રમ્હ સમાજના લોકો ફરશી સ્ટેન્ડે પહોચી ગયા હતા અને ત્યાંથી રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ રેલીમાં બ્રમ્હ સમાજના સંતો છોટે મોરારી તેમજ પાલીતાણા કાળભૈરવના મહંત રમેશ શુક્લ તેમજ બ્રમ્હ સમાજની રેલીના કન્વીનર પૃથ્વી ભટ્ટ સહિતના જોડાયા હતા. રેલી કાઢવા બાબતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જો કે રેલીના આગેવાનો એ ભાજપ અને કોંગ્રેસ બન્ને પર રેલી અટકાવવાના મામલે આક્ષેપો કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો