BREAKING

ભાવનગરમાં કલામહાકુંભ નું સમાપન, સીએમ ના હસ્તે વિજેતા કલાકારોને સન્માનિત કરવામાં આવશે.




ભાવનગર
11સપ્ટેમ્બ17

રાજ્યના નાનામાં નાના ગામડાના કલાકાર ને સ્ટેજ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત કલામહાકુંભ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કલા નગરી ભાવનગર અને વડોદરામાં રાજ્ય કક્ષાની વિવિધ ક્લાક્ષેત્ર ની સ્પર્ધાઓ યોજવામાં આવી અને ભાવનગર ના નવ નિર્મિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તા.12 સપ્ટેમ્બ6 ના રોજ મુખ્યમંત્રી ના હસ્તે 500 કરતા વધુ વિજેતા કલાકારો ને પ્રોત્સાહિત કરવામાં આવશે જે અંગે જિલ્લા કલેકટર હર્ષદ પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપવામાં આવી હતી.

તેમણે ઉપસ્થિત મીડિયાના પ્રતિનિધિઓને જણાવ્યુ હતું કે રાજ્યના ૩૩/- જિલ્લા અને ૮/- મહાનગરપાલિકા વિસ્તારમાં તાલુકા/ઝોન અને જિલ્લાની સ્પર્ધા માટે બે લાખ બે હજાર કલાકારોએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાએ યોજાયેલ ૧૧/- પ્રકારની સ્પર્ધાઓ જેવી કે ગીત, રાસ, લોકન્રુત્ય, કથ્થક, તબલા, સિતાર, ગિટાર, શાસ્ત્રીય કંઠ્ય સંગીત,હાર્મોનીયમ મ્રુદગમ,ઓડીસી માં ભાગ લીધેલ અંદાજે ૧૨૦૦/- કલાકારો પૈકી વિજેતા કુલ ૯૦/- સંખ્યાના કલાકાર/સહાયકને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતી કાલે સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે યોજાનારા રાજ્યકક્ષાના કલા મહાકુંભ સમાપન સમારોહમાં ઈનામો આપવામા આવશે. કલા મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધા કલનાગરી એવા વડોદરા અને ભાવનગર ખાતે યોજાઈ હતી. તેના વિજેતાઓને ઈનામો ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આવતી કાલે આપવામા આવશે. ગુજરાત સરકારે કલા મહાકુંભ-૨૦૧૭ના આયોજન અર્થે રૂપિયા ૧૦/- કરોડનુ બજેટ ફાળવેલ છે. જિલ્લા કક્ષા,રીજીયોનલ કક્ષા અને રાજ્યકક્ષાના વિજેતાઓને ઈનામો આપવા માટે રૂપિયા ૨.૮૭/- કરોડ રાજ્ય સરકારે ફાળવેલ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવતી કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર ખાતે વિકાસલક્ષી કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કરશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગર જિલ્લા કલેકટર હર્ષદ પટેલ નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ બી. એચ. તલાટી,અધિક કલેકટર અને યુવા સાંસ્ક્રુતિક વિભાગ ગાંધીનગરના વાઢેર સાહેબ , સીટી મામલતદાર સુશ્રી પરમાર, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનીક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો