BREAKING

ભાવનગર ઘોઘા તાલુકાના સંયુક્ત ગરીબ કલ્યાણ મેળાના પૂર્વ આયોજન અર્થે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ

ભાવનગર; 
૧૩/૦૯/૨૦૧૭ 

ભાવનગર ઘોઘા તાલુકાના સંયુક્ત પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના પૂર્વ આયોજન અર્થે પ્રાંત અધિકારી બી. એન. ખેરના અધ્યક્ષસ્થાને એક બેઠક ગ્રામ્ય મામલતદાર કચેરી ભાવનગર ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં ખેર એ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે તા. ૨૦,૨૧ અથવા ૨૨ સપ્ટે. માંથી કોઈપણ એક તારીખ નક્કી થયેથી ભાવનગર ઘોઘા તાલુકાનો સંયુક્ત પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે ત્યારે ખેતીવાડી, બાગાયત, પશુપાલન, આરોગ્ય સહિતના વિભાગોએ ગરીબ કલ્યાણ મેળામાં લાભ લેવા આવનાર લાભાર્થીઓને મળવાપાત્ર લાભો હાથો હાથ મળે તે મુજબ ચોકસાઈપુર્વકનું આયોજન કરવાનું રહેશે. આ ગરીબ કલ્યાણ મેળામાં ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના,માં અમ્રુતમ,માં વાત્સલ્ય  યોજના વિશે સાફલ્ય ગાથા ડોક્યુમેન્ટરી ફિલ્મ સ્વરૂપે વિશાળ પડદા પર દર્શાવવામા આવશે.આ બેઠકમાં ગ્રામ્ય મામલતદાર કે. એમ. સંપટ, ટી. ડી. ઓ. અધિકારી, લીડ બેન્કના મેનેજર ત્રિવેદી સહિત સંબંધિત કચેરીઓના અધિકારી,પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો