તસ્વીર-સલીમ બરફવાલા
લોકોની જીવન જરૂરી ચીજવસ્તુઓને બેફામ ભાવ વધારો થઈ રહ્યો છે અને આમ જનતા દિવસે દિવસે પીસાઈ રહી છે ત્યારે વધુ એક મોટો ફટકો સરકાર દ્વારા ગેસના ભાવ વધારા દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારે આમ જનતાની આ વેદના ને ભાવનગર યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા પણ લઈ આવી હતી. આજે સિહોરમાં યુથ કોંગ્રેસ દ્વારા ગેસના બાટલા લઈ જઈને હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો.
તાજેતરમાં જ ગેસના બાટલામાં કમરતોડ વધારો કરી દેવામાં આવ્યો છે અને દુધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આમ જનતા ની જીવન જરૂરી ચીજવસ્તુઓના સતત ભાવ વધારાને લઈને લોકોના બજેટ ખોરવાઈ ગયા છે. રોજનું લાવીને રોજનું ખાતા લોકોને હવે જીવ જીવવું મુશ્કેલ થઇ ગયું છે ત્યારે આજે ભાવનગર યુથ કોંગ્રેસ દ્વારા પ્રજાની આ વેદના ને રોડ પર લઈ આવ્યા હતા, ભાવનગર યુથ કોગ્રેસ દ્વારા ભાવનગર જીલ્લાના સિહોરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ગેસના ના બાટલાના ભાવ વધારાનો સુત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો, કોંગ્રેસ ના યુવા કાર્યકરોએ ગેસના સીલીન્ડર ને રોડ પર દેડવી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો “ હાય રે ભાજપ હાય હાય” મોદી તુને ક્યા કોયા દેશ કો બરબાદ કિયા” ના નારા લાગ્યા હતા. તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ભાવનગર –રાજકોટ હાઈવે પર ચ્ક્કાજ્મ કરી દેવામાં આવ્યો હતો, લગભગ અડધો કલાક કરતા પણ વધુ સમય માટે હાઈવે પર ચક્કાજામ થઈ જવાના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જો કે આખરે પોલીસે ૫૦ કરતા વધુ કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જઈ બાદમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો