BREAKING

આ છે ભાવનગર ની સન્માનીય નારીઓ......








ખળ ખળ વહેતી પળ પળ હસતી નારી છું હું... હું શક્તિ છું, સહનશક્તિ છું. હું સ્વયંમ્ દેવોની ભક્તિ છું. હું... કોઈની દીકરી, કોઈની પત્ની, તો કોઈની માંના સ્વરૂપે છું હું... હે પુરુષ... હું પિતા, પતિ અને પુત્ર થકી જ ઊજાગર છું હું... તારા સાથ થકી જ સંપૂર્ણ નારી છું, આવી નારીને સન્માનિત કરવા આજે વિશ્વભરમાં આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ વાત જો ભાવનગર ની મહિલાની કરીએ તો ભાવનગર ની મહિલા રાજાશાહી સમયથી દેશના વિકાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે આજે મહિલાઓએ સ્વાલંબી બનવા વધુ એક સોપાન હાથ ધાર્યું છે.

આજે આંઠ માર્ચ એટલે આંતર્રાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે ખાસ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત ની સંકૃતિમાં મહિલાઓને પહેલેથી જ સન્માન આને મહત્વ આપવામાં આવ્યું છે અને તેમની માટે ખાસ કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે.અને સસ્કૃતના એક શ્લોક પ્રમાણે યસ્ય પૂજયતે નાર્યન્તું તવ રમન્તે દેવતા” તેનો આર્થ જ્યાં નારી ની પૂજા થાય ત્યાં દેવતાઓ નો વાસ થાય છે, હાલ સમગ્ર વિશાવમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ પડતું સ્થાન ધરાવે છે ત્યારે ભાવનગર ની જો વાત કરીયે તો ભાવનગરમાં મહિલા સશક્તિકરણ માટે હમેશા આગ્રેસર રહ્યું છે, અત્રે એ ઉલ્લેખનીય છે કે ભાવનગર ની મહિલાઓ પહેલેથીજ ઉચ્ચ અને દેશભક્તિના વિચારો ધરાવી રહી છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજવીઓએ મહિલાઓ સન્માનભેર જીવી શકે તે માટે ભાવનગરના રેલ્વે સ્ટેશન પર મહિલા કુલીઓને મંજુરી આપી હતી જે આજે પણ દેશના એકમાત્ર મહિલા કુલીવાળા રેલ્વેસ્ટેશન તરીકે વિખ્યાત છે. જ્યારે રજવાડાનું એકત્રીકરણ થઈ રહ્યું હતું ત્યારે દેશના હિતમાં સૌપ્રથમ રજવાડું આપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસીહજી ના પત્ની મહારાણી એ પોતાનું અંગત સ્ત્રીધન પણ દેશના હિતમાં આપી દીધું હતું.


રાજાશાહી સમયથી લઈ આજના સમય માં પણ મહિલાને સમોવડી બનાવવા એક પછી એક ક્રાંતિકારી પગલા લઈ રહ્યું છે. તેવા જ પગલાના ભાગ રૂપે આજે ભાવનગરમાં સંપૂર્ણ મહિલા સંચાલિત મહિલા રીક્ષા બેંક અને મહાનગર પાલિકાના સહયોગ થી જરૂરિયાત વાળી મહિલાઓને રીક્ષા આપવામાં આવી, આ રીક્ષા ચાલવી મહિલા પોતાના પરિવાર નો જીવન નિર્વાહ કરી શકે, આ મહિલાઓમાં ૨૦ વર્ષ થી દીકરી થી માંડી ૪૦ વર્ષ સુધીની મહિલાઓ આજે તેમના પરિવારને મદદરૂપ થવા માટે અને જવાબદારીના ભાગ રૂપે રીક્ષા ચલાવી પોતાના પરિવાર ને  મદદરૂપ થશે, 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો