ભાવનગર સહિત રાજયભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
મદહ્યામિક બોર્ડની ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ આજથી શાંતીપૂર્ણ
રીતે થયો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ માં પણ ડર સાથે એક ઉત્સાહ જોવા મળી રહ્યો
હતો. વિદ્યાર્થીઓ ના ઉત્સાહ ને વધારવા
માટે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓએ પુષ્પ આપી
વિદ્યાથીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આજથી ભાવનગર સહિત સમગ્ર
રાજ્યમાં ધો.10 અને ધો.12ની ર્બોડની પરીક્ષાઓનો
આરંભ થઇ થયો છે. આજે સવારે ધો-૧૦ ની પરીક્ષા હોય વિદ્યાર્થી પોતાની કારકિર્દીની
પ્રથમ બોર્ડ ની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો પર એક કલાક વહેલા આવી ગયા હતા.
વિદ્યાર્થીના ચહેરા પર એક પ્રકારના ડર સાથે ઉત્સુકતા જોવા મળી રહી હતી.
વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો પર આવી પહોચ્યા હતા. શહેરના
સરદારનગર ગુરુકુળ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણી અને શાળાના સંચાલકો
દ્વારા વિદ્યાર્થીઓને મો મીઠા કરાવીને પુષ્પ અર્પણ કરી પરીક્ષા ની શુભેચ્છા આપી
હતી.તેમજ જીલ્લા વિકાસ આધિકારી, પોલીસ અધીક્ષક જેવા ઉચ્ચ અધિકારીઓએ પણ વિવિધ
શાળાઓમાં જઈ અને વિદ્યાર્થીઓ પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વર્ષે ભાવનગર
જિલ્લામાં ધો.10ના 48,426 અને ધો.12 સા.પ્ર.ના 24,734 તેમજ વિજ્ઞાન પ્રવાહના ચોથા
સેમેસ્ટરના 5,643 મળી કુલ 78,803
પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, ખાસ કરીને આજે ધો-૧૦ માં ભાષાના વિષય સાથે
ધો- ૧૨ સામાન્ય પ્રવાહ માં નામાના મૂળતત્વો સાથે અને વિજ્ઞાન પ્રવાહમાં ફીજીક્સ ના
વિષય સાથે પરીક્ષા યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા પણ તમામ પ્રકાર ની વ્યવસ્થા
ગોઠવી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે પોલીસ
તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે કેન્દ્રો પર
પરીક્ષાઓ યોજાવાની છે તે કેન્દ્રો પર શાળાના સંચાલકો દ્વારા પણ વિદ્યાર્થીઓ ની
સગવડતા માટે ની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો