BREAKING

પાલીતાણા ના ખીજડીયા ગામે પીજીવીસીએલનાં કર્મચારીની હત્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ નો અસ્વીકાર.

પોલીસ દ્વારા આરોપીના નામ ફરિયાદમાં નોંધી અને તાકીદે ઝડપી લેવાની બાહેધરી આપતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો.

ગઈકાલે પાલીતાણા ના ખીજડીયા ગામે સીમ માંથી પીજીવીસીએલનાં કર્મચારીની માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કાર્યેલ લાશ મળી આવી હતી જે મામલે પરિવારજનો દ્વારા મૃતદેહનો અસ્વીકાર કરવામાં આવતા પોલીસ મુજવણમાં મુકાઈ હતી, જો કે આખરે પોલીસ દ્વારા તેમની માગની મુજબ પોલીસ ફરિયાદ નોંધવાની ખાતરી આપતા અને જ્ઞાતિના આગેવાનો દ્વારા પરિવારજનો ને સમજાવતા આખરે ૨૪ કલાક કરતા વધુ સમય બાદ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામની સીમ માંથી પીજીવીસીએલનાં ના કર્મચારી ગીરીશભાઈ વિરજીભાઈ જાદવ ની લાશ બોથડ પદાર્થના ઘા મારીને હત્યા નીપજાવેલ હાલતમાં મળી આવતા પોલીસે લાશનો કબજો મેળવી અને લાશને પીએમ માટે પાલીતાણા ની માનસિહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં પીએમ બાદ મૃતકના પરિવાજનો દ્વારા લાશ નો અસ્વીકાર કરતા પોલીસ કાફલો મુંજવણમાં મુકાયો હતો.

ગઈકાલ થી લઈ આજ સુધી પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં નહિ આવતા ભાવનગર થી પોલીસ ના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો જ્યારે આ બાજુ મૃતક ના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો પણ મોટી સંખ્યામાં પાલીતાણા હોસ્પિટલ પહોચી ગયા હતા. પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે હત્યા કરનાર આરોપી નું નામ ફરિયાદમાં નોંધવામાં આવે અને તાકીદે તેની ધરપકડ કરવામાં આવે જેને લઈને પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ એ સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે કલાકો સુધી સમજાવટ કરી હતી અને અંતે લાશ મળ્યાના ૩૦ કલાક કરતા પણ વધુ સમય બાદ પોલીસ દ્વારા આરોપીના નામ ફરિયાદમાં નોંધવાની બાહેધરી આપ્યા બાદ મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો