BREAKING

ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અચરનાર ને આજીવન કેદની સજા




આજ થી ચાર વર્ષ પહેલા બનેલ ખુબ જ ચકચારી અને જઘન્ય અને એવી ઘટના કે જેમાં ભાવનગરની સીવીલ સર.ટી હોસ્પીટલમાં બાળકોના વોર્ડ પાસેથી એક ચાર વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જઈ તેની સાથે દુષ્કર્મ કરનાર આરોપીને અત્રેની કોર્ટે આજીવન કેદ અને દંડ ફટકાર્યો છે.

આજ થી ચાર વર્ષ પૂર્વે તા.૧૩-૧-૨૦૧૩ ના દિવસે ભાવનગર ની સર.ટી હોસ્પીટલમાં સારવાર માટે આવેલ એક શ્રમજીવી પરિવારની ચાર વર્ષ ની માસુમ બાળકી હોસ્પિટલ સામે મેદાનમાં અમી રહી હતી અને તેના માતા-પિતા વોર્ડમાં હતા એવા સમયેવળવા કાછીયાવાડ માં રહેતો અને રીક્ષા ચલાવતો ઇસમ અલીભાઈ હુસેનભાઈ સૈયદ આ બાળકીને ફોચાલાવીને હોસ્પીટલના પાછળના ભાગે આવેલ એક અવાવરું જગ્યામાં લઈ જઈ બાળકી સાથે નરાધમે દુષ્કૃત્ય આચરીને બાળકીને ત્યાજ છોડીને નાસી ગયો હતો, જ્યારે બાળકીના માતાપિતા એ બાળાને હોસ્પિટલ માં ના જોતા તેની શોધખોળ કરતા આ બાળકી હોસ્પિટલની પાછળના ભાગે થી અવાવરું જગ્યામાંથી  બેભાન હાલતમાં મળી આવતા તેની સાથે દુષ્કૃત્ય થયું હોવાનું માલુમ થતા અ અંગે બાળકીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી,

આ અંગેનો કેસ ભાવનગર ના સ્પેશિયલ જજ(પોસ્કો) અને બીજા એડીશનલ જજ આર.આઈ.ગનેરીવાલ ની કોર્ટ માં ચાલી જતા અદાલતે ડીજી વિનય ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ ઉત્પલ દવે ની દલીલો ૨૫ મૌખિક પુરાવા ૫૭ દસ્તાવેજી પુરાવા ને ધ્યાનમાં લઈ ને આરોપીને  કોર્ટે આજીવન કેદની સજા અને ૩૦  હજાર નો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ના ભારે તો વધુ છ માસ ની વધુ સજા ફટકારી છે. અને દંડ ની રકમ માંથી ભોગ બનનાર બાળકીને ૨૫ હજાર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે આ ઘટના ને લઈને અનેક સમગ્ર ભાવનગર સહિતના વિસ્તારોમાં ઘેર પડઘા પડ્યા હતા અને આરોપી પ્રત્યે ફિટકાર ની લાગણી ફેલાઈ હતી, આ ઘટના બાદ સામાજિક સંગઠનો, મહિલા સંગઠનોએ રેલીઓ યોજી આ ઘટના ને વખોડી કાઢી હતી અને આરોપીને કદાકને કડક સજા આપવા માટે ની માંગ કરવામાં આવી હતી..


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો