BREAKING

બોટાદ જિલ્લામાં આવેલ કચેરીઓ, ઓદ્યૌગિક એકમો તથા શૈક્ષણિક સંસ્થાઓએ રોજગાર કચેરી ખાતે એકમની ફરજીયાત પણે નોંધણી કરાવવી.

 રોજગાર વિનિમય કચેરીઓ(ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવા બાબત)ના અધિનિયમ, ૧૯૫૯ તથા રોજગાર વિનિમય કચેરીઓ(ખાલી જગ્યાઓની ફરજીયાત જાણ કરવા બાબત)ના નિયમો, ૧૯૬૦ હેઠળ કલમ-૬ તથા કલમ-૭ હેઠલ અધિકૃત કરવામાં આવેલ સત્તાની રૂએ જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરી, બોર્ડ, નિગમ કે અર્ધસરકારી તેમજ અનુદાનિત સંસ્થાઓ તથા ૨૫ થી વધુ વ્યક્તિઓને સવેતન કામે રાખતા ઔદ્યૌગિક એકમો, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ કે મંડળીઓ તથા ખાનગી ક્ષેત્રના એકમોએ રોજગાર કચેરી ખાતે એકમ કે કચેરીની અત્રેની કચેરી ખાતે નોંધણી કરાવવી ફરજીયાત છે. પ્રસ્તુત બાબતે ઉક્ત અધિનિયમ હેઠળ સમાવેશ થવા પાત્ર એકમો કે કચેરીઓએ ઓનલાઈન વેબપોર્ટલ www.employment.gujarat.gov.in પર અથવા અત્રેની કચેરીના ઇ-મેઇલ: dee-botad@gujarat.gov.in પર એકમની વિગતો મોકલી નોંધણી કરાવી લેવાની રહેશે. અધિનિયમ હેઠળ અધિકૃત કરવામાં આવેલ અધિકારી દ્વારા આકસ્મિક તપાસ નિરીક્ષણ દરમિયાન અધિનિયમ જોગવાઇના ભંગ બદલ એકમ પર કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ ન પડે તે હેતુસર સત્વરે એકમની નોંધણી કરાવી લેવા જણાવવામાં આવે છે. વધુમાં, નોંધણી લગત વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદના ટે.નં ૦૨૮૪૯-૨૭૧૩૧૫  પર સંપર્ક કરવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો