ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વ્રારા બોટાદ માં શહેર માં આવેલ અક્ષરપાર્ક, પાળીયાદ રોડ ખાતે તારીખ ૦૧/૧૨/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૦ સમય દરમિયાન યોગ તાલીમ શીબીર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં થી ૨૫ લોકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વ્રારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શીબીર નાં કોચ તરીકે અર્જુનભાઈ નિમાવત ની નિમણુંક કરવામાં આવી હતી. જેવો છેલ્લા ૧૦ વર્ષ થી યોગ શ્રેત્રે કાર્યરત છે. ઓપન ઇન્ટર નેશનલ વિનર રહી ચુકેલ છે. ડી.વાય.એડ યુ.જી.સી. માન્ય કોર્ષ કરેલ છે . તેમના દ્વ્રારા યોગ તાલીમ આપવામાં આવી હતી. જેમાં હળવી કસરત,સર્વાંગી વ્યાયમ, પ્રાણાયામ, આસનો, ધ્યાન, શત્કર્મો , સુર્ય નમસ્કાર તેમજ યોગ વિશે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી. તારીખ ૩૧/૧૨/૨૦૨૦ ના રોજ તાલીમ પૂર્ણ થતા પુર્ણાહુતી કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો. જેમાં મુખ્ય મેહમાન પી.કે. ત્રિવેદી સાહેબ ( જિલ્લા રોજગાર અધિકારી ), વસીમ શાહ સાહેબ ( જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ), યોગેશ મેહતા સાહેબ ( જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ), જલ્પા બેન ચાવડા ( યોગ કોચ ), દિનેશ ભાઈ દિહોરા ( જિલ્લા યુવા વિકાસ અધિકારી ) અમૃત ભાઈ સલાટ ( સ્પોર્ટ્સ ટીચર ) ઉપસ્થિત રહીયા હતા. કાર્યક્રમ ની શુભ શરૂવાત પ્રાર્થના અને દિપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યાર બાદ મેહમાન શ્રીઓ નું પૂછપગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું . ત્યાર બાદ પી.કે.ત્રિવેદી સાહેબ અને વસીમ શાહ સાહેબ દ્વ્રારા યોગ ટ્રેનર તાલીમાર્થી ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બોટાદ જિલ્લો યોગમય બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો