રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાજકોટ ગ્રામ્ય ખેલ કૂદ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી ૩૯ મી ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશિપ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૫ થી ૯૫ વર્ષ સુધીની ઉમરના ૫૧૭ જેટલા સ્પર્ધક ખેલાડી ભાઈ-બહેનોએ વિવિધ કેટેગરી અને અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દરેક ખેલાડી કોઈપણ બે રમતોમાં ભાગ લઈ શકે છે. જેમાં વિજેતા થયેલ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની સને ૨૦૧૬ - ૧૭ ની ગ્રાન્ટમાંથી રૂ. ૧૫૧.૨૧ લાખના ખર્ચે નાગરિક જીવન સાથે સંકળાયેલ વિવિધ વિકાસના કામોના લોકાર્પણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રૂ. ૧૩૮.૬૪ લાખના ખર્ચે બનાવવામાં આવેલ છે. અને આ કોલેજના ગ્રાઉન્ડમાં જ ૪૦૦ મીટર નો રનિંગ ટ્રેક રૂ. ૧૨.૫૭ લાખના ખર્ચે બનાવવામાં આવેલ. જ બંનેેનું લોકાર્પણ આજરોજ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તથા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નિમેષ ઘડુકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
અતિથિ વિશેષ તરીકે ઉપલેટા-ધોરાજીના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા ના માર્ગદર્શન હેઠળ નિકુલભાઈ, જીજ્ઞેશભાઈ, દિવ્યેશભાઈ તથા તેમની ટીમે કર્યું હતું.
ગુજરાત રાજ્ય માસ્ટર એથ્લેટીકસ ચેમ્પિયનશિપ 2019 નું આયોજન.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો