BREAKING

એગ્રીમેન્ટ કે ડીપોઝીટ વિના જ મલ્ટીલેવલ પાર્કિંગ એજન્સી ને સોપી દેવાયું.



ભાવનગર કોર્પોરેશન દ્વારા પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ મલ્ટીલેવલ પાર્કિંગને કોઇપણ પ્રકારના એગ્રીમેન્ટ કર્યા વિના કે કોપિન પ્રકારની ડીપોઝીટ લીધા વિઅના જ સોપી દેવામાં આવ્યું અને એટલુજ નહી જે તે એજન્સી દ્વારા લોકો પાસેથી વાહન પાર્કિંગના રૂપિયા પણ ઉઘરાવવાનું પણ શરૂ કરી દીધુ,

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાની સુવિધા અને કોર્પોરેશનને આવકનો નવો સ્ત્રોત ઉભો થાય તે માટે ગંગાજળિયા તળાવ ખાતે સાડા ચાર કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું. નેતાઓને સમય મળ્યા બાદ લોકાર્પણ પણ કર્યું. પરંતુ તત્કાલીન સમયે સુવિધા શરૂ કરવામાં આવી ન હતી. વાર્ષિક રૂપિયા ૨૭.૭૫ લાખ કોર્પોરેશનને ભાડું ચૂકવવા સાથે એજન્સીને કામ આપવાનું નક્કી થયું, ત્યાર બાદ નો પાર્કિંગ ઝોનના વિવાદ બાદ ગત ૩૧મી ઓક્ટોબર સુધી વિનામૂલ્યે પાર્કિંગની સુવિધા બાદ ૧લી નવેમ્બરથી એજન્સી દ્વારા રૂપિયા લઇ વાહન પાર્કિંગ શરૂ કરી દેવામાં આવ્યું, પરંતુ આશ્ચર્યની વાત તો તે છે કે, એજન્સી દ્વારા કોર્પોરેશનને નથી તો ડિપોઝિટની રકમ જમા કરી કે નથી એગ્રીમેન્ટ કર્યો. ડિપોઝિટ એગ્રીમેન્ટ વગર બારોબાર એજન્સી દ્વારા વાહનોના રૂપિયા ઉઘરાવવા છતાં કોર્પોરેશન હાથ પર હાથ ધરી બેઠી રહ્યું છે. એગ્રીમેન્ટ ડીપોઝીટ વગર એજન્સી દ્વારા કઈ રીતે વાહન પાર્કિંગના રૂપિયા ઉઘરાવી શકે,ત્યારે વિપક્ષને ડર છે કે ભૂતકાળમાં એક એજન્સી ને બોરતળાવમાં બોટિંગ કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો અને તે મનપાના રૂપિયા બુચ મારીને જતી રહી છે તેવું અહી પણ બની શકે છે તેની કોણ જવાબદારી લેશે.

મલ્ટીલેવલ પાર્કિંગના અપાયેલા કોન્ટ્રાક્ટના ટેન્ડરમાં જ એગ્રીમેન્ટ ડિપોઝિટ અને ત્રણ માસનુ એડવાન્સ ભાડું કોર્પોરેશનને ચૂકવવાની જોગવાઈ છે. અઢી લાખ જેટલી ડિપોઝિટ તો ચૂકવી નથી સાથોસાથ રૂ.૬.૭૫ લાખનું ત્રણ માસનુ એડવાન્સ ભાડુ કોર્પોરેશનને ચૂકવ્યા વગર પાર્કિંગના પૈસાનું ઉઘરાણું શરૂ કરી દીધું. મલ્ટીલેવલ પાર્કિંગની એજન્સીએ ડિપોઝિટ એગ્રીમેન્ટ કર્યું નથી. ડિપોઝીટ પણ બાકી છે. જે સંદર્ભે એજન્સીને નોટિસ આપી તાત્કાલિક ડિપોઝિટ સહિતની કાર્યવાહી કરવા સુચના આપી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ નાયબ કમિશ્નર જણાવી રહ્યા છે,.

ગુજરાત સરકારના ટેન્ડર રૂલ્સ મુજબ ટેન્ડરની જોગવાઈઓ અનુસાર કોઈ પણ કામનો એલ.ઓ.એ આપ્યા બાદ એજન્સીએ ૧૫ દિવસમાં ડિપોઝિટ એગ્રીમેન્ટ કરવાનું રહે છે. પરંતુ ભાવનગર કોર્પોરેશનના ઘણાં કામોમાં ટેન્ડર રૂલ્સનું ઉલ્લંઘન કરીને એજન્સીઓને કામ સોંપાયું છે. ત્યારે સબંધિત તંત્ર અને એજન્સી સામે કાર્યવાહી થશે કે કેમ ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો