અમદાવાદ ઈન્કમટેક્સ દ્વારા ભાવનગરમાં
શિપબ્રેકરો તવાઈ હાથ ધરવામાં આવી છે, ભાવનગરના લગભગ 15 જેટલા સ્થળો પર સર્ચ આેપરેશન હાથ ધરાતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદ
ઇન્કમટેક્ષ વિભાગના આ આેપરેશનમાં રાજકોટની આઇટી વિભાગની ટીમ પણ જોડાઇ છે. ગઈકાલે
સાંજે રાજકોટ થી આઇટીની ટુકડી રવાના થતાં અનેક ચર્ચાઆે ચાલી હતી. વહેલી સવારે
ભાવનગરમાં શિપ બ્રેકરના બંગલા અને તેમની આેફિસે સહિતના સ્થળો પર આવકવેરાની ની ટીમે
તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
ગઈકાલે સાંજે રાજકોટથી એક ટીમ અમદાવાદ
રવાના થઈ હતી. આ સર્ચ આેપરેશન સૌરાષ્ટ્રમાં કે અમદાવાદમાં હશે તે અંગે અનેક તર્ક
વિતર્કો ચાલ્યા હતા ,જાણવા મળતી વિગત મુજબ ભાવનગરમાં અમદાવાદ ની આવકવેરા ની ટીમ દ્વારા
મેગા સર્ચ આેપરેશનથી અલંગના વેપારીઆેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.અમદાવાદના
પણ મેગા સર્ચ આેપરેશન બાદ ભાવનગરમાં હાથ ધરેલ આ કામગીરી દરમિયાન ઇન્કમટેક્સ આ તપાસ
ગુપ્ત રીતે કરી હતી. રાજકોટ જામનગર અને ગાંધીધામ થી ટીમને અમદાવાદ ગઈકાલે જ બોલાવી
લીધી હતી. ત્યારબાદ આજે વહેલી સવારમાં આઠ વાગ્યામાં કરચોરોને ઊંઘતા ઝડપી લીધા છે.
આ તપાસ બે દિવસ જેટલું ચાલે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે સર્ચ આેપરેશન બાદ
મોટા પાયે કરચોરી ઝડપાઇ તેવી આશંકા છે. હાલમાં અલંગના વેપારી આેને ત્યાં સાહિત્ય
અને લોકરની ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો