આશિર્વાદરુપ છે : ઈશ્વરભાઈ ભડાણિયા
બોટાદ જિલ્લાના બુબાવાવ ગામના ઈશ્વરભાઈના પિતા ખેમાભાઈને મા અમૃત્તમ કાર્ડ થકી નવજીવન મળ્યું
યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખેમાભાઈની સફળતાપૂર્વક બાયપાસ સર્જરી કરાઈ
બોટાદ જિલ્લાના બુબાવાવ ગામના ખેમાભાઈ ભડાણિયાને રાજ્ય સરકારની મા અમૃત્તમ યોજનાને કારણે નવજીવન પ્રાપ્ત થયું છે. છેલ્લા દસ વર્ષથી હ્રદયરોગની તકલીફ ભોગવતા 68 વર્ષના ખેમાભાઈની અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક બાયપાસ સર્જરી થતા ભડાણિયા પરિવારમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
ખેમાભાઈ ભડાણિયાના પુત્ર ઈશ્વરભાઈ તેમના પિતાને મા અમૃતમ કાર્ડનો લાભ કેવી રીતે મળ્યો તે અંગેની વિગતો આપતા કહે છે, ‘’ મારા પિતાને 10 વર્ષથી હ્રદયરોગની તકલીફ હતી. અમે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર પણ કરાવતા હતા, પણ અંતે ખાનગી હોસ્પિટલે યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માટે કહ્યું. અંતે, અમે અહીં બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી કર્યું. ઓપરેશન ત્રણ કલાક ચાલ્યું. અને હવે પિતા સ્વસ્થ છે.’’ઈશ્વરભાઈ કહે છે કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામના અમારા મિત્ર અશોકભાઈ અમારી મદદે આવ્યા. રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીની કચેરીમાં ઋતુરાજભાઈ ભટ્ટ વાતચીત કરી અમને ઓપરેશન માટેની વ્યવસ્થા કરવામાં મદદરુપ થયા.’’
ઉલ્લેખનીય છે કે ઋતુરાજભાઈ ભટ્ટ રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ઈશ્વરભાઈ તેમના પિતાની સારવારનો શ્રેય રાજ્ય સરકારની મા અમૃતમ યોજનાને આપતા કહે છે, ‘’મા અમૃત્તમ યોજના નાના અને મધ્યમવર્ગના માણસો માટે આશિર્વાદરુપ છે. તેઓ ઉમેરે છે, જો મા અમૃત્તમ કાર્ડ ન હોય તો આવી બિમારીમાં પાચથી સાત લાખ રુપિયાનો ખર્ચ કરવાનું મધ્યમવર્ગના પરિવાર માટે મુશ્કેલ બને. કોઈની પાસે ઉછીના રુપિયા લેવા પડે. પણ સરકારની આ યોજનાના કારણે સારવાર મફતમાં થઈ.’’ઈશ્વરભાઈ યુ.એન. મહેતા હોસ્પિટલનો તેમનો અનુભવ વર્ણવતા કહે છે કે, અહીં માત્ર ગુજરાતમાંથી જ નહીં, પણ અન્ય રાજ્યના દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળી રહે છે. તેઓ કહે છે કે સરકારની સહાયથી ચાલતી આ હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉત્તમ વ્યવસ્થા છે. દર્દીની સારવારમાં ચોક્કસ પ્રક્રિયા અનુસરવામાં આવે છે, જેથી સુચારુરુપે સંચાલન થાય છે. ખેમાભાઈની સારવારમાં મદદરુપ થયેલા અશોકભાઈ કહે છે કે,’’ મારા મિત્ર ઈશ્વરભાઈના પિતા ખેમાભાઈને હ્રદયરોગ માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીને વાત કરી, તેમણે ત્વરીત સહાય કરી અને ખેમાભાઈનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું.’’ ઉલ્લેખનીય છે કે દર્દી ખેમાભાઈ ભડાણિયાના પુત્ર ઈશ્વરભાઈ ભડાણિયા 33 વર્ષના છે.તેઓ બોટાદમાં શિક્ષક તરીકે કામ કરે છે. તેમના મોટાભાઈ ખેતીમાંથી રોજીરોટી રળે છે. પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ છે.આમ, રાજ્ય સરકારની મા અમૃત્તમ કાર્ડ યોજના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે સંજીવનીનું કામ કરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો