BREAKING

લેબલ bhavnagar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ bhavnagar સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ભાવનગર શહેરના જવાહર મેદાન આજુબાજુમાં કરાયેલા દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા

                             તસ્વીર:- શૈલેષ રાવળ
ભાવનગર શહેરના જવાહર મેદાન આજુબાજુમાં કરાયેલા દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા મામલતદાર એસપી અને મહાનગર પાલિકાની ટીમ દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા અત્રે ઉલ્લેખનીય છે તે જવાહર મેદાન ની આજુબાજુ માં રેલવે ની પડતર જગ્યામાં મનપા દ્વારા જોકર પાર્ક બનાવવામાં આવશે જેને લઇને આ દબાણો દૂર કરવામાં આવ્યા છે.

ભાવનગર શહેરના તળાજા રોડ ને અડીને આવેલ જવાહર મેદાન કે જે ગધેડીયા ફિલ્ડ તરીકે ઓળખાય છે, જવાહર મેદાન ની અડીને ઝુપડપટ્ટી સાહેબના દબાણો ખડકાઇ ગયા હતા જે દબાણ આજે ભાવનગર સીટી મામલતદાર ની ટીમ, ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ટીમ તેમજ પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જવાહર મેદાન ની આજુબાજુ માં ઝૂંપડપટ્ટીના દબાણ વારંવાર દૂર કરવામાં આવે છે પરંતુ થોડા સમયમાં દબાણો યથાવત સ્થિતિમાં આવી જાય છે. જેને લઇને દબાણો ફર થાય નહિ અને લોકોને સુંદર જોગર્સ પાર્ક મળે તે માટે જવાહર મેદાન અડીને આવેલ 1800 મીટર જેટલી લાંબી જગ્યામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જોગર્સ પાર્ક બનાવવામાં આવશે, અત્રે ઉલ્લેખનીય છે કે 1800 મીટર લાંબી જગ્યા રેલવેની માલિકીની જગ્યા છે, અને રેલવે દ્વારા આ જગ્યા જોગર્સ પાક બનાવવા માટે મહાનગરપાલિકાને સત્તાવાર સોંપી દેવામાં આવી છે. દબાણો દુર કર્યા બાદ અહીં જોગસ પાર્ક અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

ભાવનગરમાં પહેલીવાર એચસીજી હોસ્પિટલ દ્વારા અનોખી મીનિમલ ઇન્વેસીવ ડાયરેક્ટ કોરોનરી આર્ટરી ની સફળતા પૂર્વક બાયપાસ સર્જરી કરવામાં આવી.

તસ્વીર-શૈલેષ રાવલ

ભાવનગર શહેરમાં આવેલી એચસીજી હોસ્પિટલ માં આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા મિનિમલ ઇન્વેસીવ ડાયરેક્ટ કોરોનરી આર્ટરી અંગે માહિતી આવી હતી.

એચસીજી હોસ્પિટલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી અને હર્દય રોગથી પીડિત ૪૩ વર્ષીય પુરુષ દર્દીમાં એનિમલ ઇન્વેસ્ટ ડાયરેક્ટ કોરોનરી આર્ટરી બાયપાસ સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી જે અંગે માહિતી આપવામાં આવી. ભાવનગરમાં પહેલીવાર આ પ્રકારની નવીનતમ ટેક્નિકનો ઉપયોગ દર્દીના ઓપરેશન માટે કરવામાં આવ્યો છે. દુખાવો થવાની ફરિયાદ બાદ ૪3 વર્ષીય નરેશભાઈની થોડા દિવસો પહેલા જ એક ખાનગી હોત હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ તેમને એચસીજી હોસ્પિટલ લઇ જવાનો આગ્રહ કરવામાં આવ્યો. એચસીજી હોસ્પિટલ માં દર્દીની ઓપરેશન માટે જરૂરી તપાસ કરવામાં આવી જેમાં તમામ રિપોર્ટ નોર્મલ હોય પરંતુ દર્દી નું ઇન્જેક્શન ફેક્શન ૪૫ ટકાથી ઓછો હતું જે દર્શાવે છે કે હૃદય લોહીને પૂરતા પ્રમાણમાં પંપ કરી શકતું ન હતું. એચસીજી ના ડોક્ટર બ્રીજ મોહન સિંઘ અને તેમની ટીમે દર્દીમાં કી હોલ સર્જરી દ્વારા કોરોનરી ધમની બાયપાસ સર્જરી કરવાનું નક્કી કર્યું, આ પદ્ધતિમાં દર્દીને છાતીમાં હાડકું ચીરવાના બદલે ડાબી બાજુ માત્ર 2 ઇંચનો કાપો મૂકી અને બાયપાસ સર્જરી કરવામાં આવી. આ સમગ્ર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી અને દર્દી પણ ખૂબ જ ઝડપથી સ્વસ્થ થવા લાગ્યો. ઓપરેશન બાદ દર્દીને આઈસીયુ માંથી બીજા દિવસે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. દર્દીની સ્થિતિમાં ઝડપથી સુધારો થતાં દર્દીને માત્ર બે દિવસના રોકાણ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, એચસીજી હોસ્પિટલ ગુજરાતમાં કાર્ડિયાક સર્જરી વિભાગના ડો.બ્રિજ મોહનસિંધે જણાવ્યું હતું કે મિનીમલ ઇનોવેટિવ ડાયરેક્ટ કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી એ કાર્ડિયાક સર્જરી માટે સૌથી નવીનતમ ટેક્નોલોજી છે.

નિલમબાગ પો.સ્ટે.ના ગેંગ કેસના આરોપીને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

                            
    આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ગુમ થયેલ બાળકો તથા સગીર વયની યુવતીઓની તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે નિલમબાગ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૧૨૦૧૫૮૦/૨૦૨૦ ઇ.પી.કો. કલમ-૪૦૧, ૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભદ્રેશભાઇ ઉર્ફે ભદો ચંદુભાઇ જાદવ ઉ.વ.૨૫ રહેવાસી- હાલ-ભરતનગર, શાક માર્કેટ સામે બે માળીયા કિરીટભાઇ બ્રાહમણના મકાનમાં ભાડેથી ભાવનગર વાળાને જશોનાથ સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ મજકુર આરોપીને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

ભાવનગર કણબીવાડ નાની સડક બીપીનભાઇ રેશનશોપ વાળાની ગલ્લીમા જાહેર જગ્યામા જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

કણબીવાડ નાની સડક બીપીનભાઇ રેશનશોપ વાળાની ગલ્લીમા જાહેર જગ્યામા જુગાર રમતા ચાર ઈસમો ને રોકડ રૂપીયા.૧૪૦૯૦/- ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગંગાજળિયા પોલીસ ભાવનગર 

ભાવનગર શહેર ગંગાજળિયા પોલીસ  સૂચના મુજબ સ્ટાફનાં માણસોને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના આઘારે ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે કણબીવાડ નાની સડક બીપીનભાઇ રેશનશોપ વાળાની ગલ્લીમા જાહેર જગ્યામા હાથ કાપનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન ચાર ઇસમો જાહેરમાં પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા મળી આવેલ છે જે નીચે મુજબ છે 

(૧) અબઝલભાઇ ઉસ્માનભાઇ લાકડીયા ઉ.વ.૩૬ રહે. કુંભારવાડા ભાવનગર
(૨) ચેતનભાઇ ઉર્ફે ચેતના મનસુખભાઇ રહે. ક.પરા ભાવનગર
(૩) ઇલુભાઇ મનસુરભાઇ બીલખીયા રહે. ગઢેચી વડલા ભાવનગર
(૪) ગોવિંદભાઇ દામજીભાઇ ચૌહાણ રહે. રાણીકા ભાંગના કારખાના પાસે ભાવનગરવાળાઓને ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા કુલ રોકડા.રૂ.૧૪૦૯૦/- મુદ્દામાલ સાથે પકડી પાડેલ

કૃષિ રાહત પેકેજનો લાભ લેવા ઇચ્છતા ભાવનગર તાલુકાના ખેડૂતોએ આગામી તા.29 પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે

ભાવનગર જીલ્લામાં ખરીફ સીઝન-૨૦૨૦ ઓગસ્ટ માસ દરમિયાન થયેલ વરસાદ તથા ઉપરવાસથી છોડવામાં આવેલ પાણીથી ખેતરોમાં પાણી ભરાઇ જવાના કારણે ખેતી પાકોને નુકશાન થયેલ હોવાનુ જણાય આવેલ જેને ધ્યાને લેતા રાજ્ય સરકારશ્રી દ્વારા “કૃષિ રાહત પેકેજ”ની જાહેરાત કરેલ છે. જેમા ભાવનગર સિટી તાલુકાના ગામોને સદર કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા અંગે વિવિધ મળેલ રજુઆતને ધ્યાને લેતા રાજ્ય સરકારશ્રી દ્વારા ભાવનગર સિટી તાલુકાના ૦૯ ગામો સિદસર, નારી, તરસમિયા, અકવાડા, ફુલસર, વડવા, ચિત્રા, રૂવા અને અધેવાડા ખેડુત ખાતેદારે ઓનલાઇન અરજી કરવા માટે સરકારશ્રી દ્વારા તા.૨૯/૧૧/૨૦૨૦ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો સદર ગામોના જે ખેડુતોને ખરીફ પાકમાં નુકશાન થયેલ હોય તેવા ખેડુતોએ ભાવનગર તાલુકા પંચાયત ખાતે ખેતીવાડી શાખામાં ભાવનગર સિટીના ગ્રામસેવકશ્રી પાસેથી સમયમર્યદામાં રહી જરૂરી સાધનિક કાગળો જેવા કે ૭-૧૨ અને ૮-અ ની નકલ વાવેતરની નોંધસાથે, આધારકાર્ડની નકલ, IFSC કોડ સાથેની બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ઓરીજનલ ચેક, જો ખેડુત સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિ પત્રક રજુ કરવાનુ રહેશે. જમીનના એક ખાતા નંબર પર એક જ અરજી કરવાની રહેશે. સંયુક્ત ખાતેદારની અનુઉપસ્થિતીમાં લાભ મેળવનાર ખાતેદારનુ કબુલાતનામુ રજુ કરવાનુ રહેશે. તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો સાથે અરજદારશ્રીએ પોતે રૂબરૂ ઓનલાઇન અરજી કરવા અનુરોધ છે. ખેડુતોએ અરજી કરવા માટે કોઇ પણ પ્રકારનુ ચુકવણુ કરવાનુ રહેશે નહી. ખેડુતોની અરજી સ્વિકારવાની અંતીમ તા.૨૯-૧૧-૨૦૨૦ છે ત્યારબાદ અરજીફોર્મ સ્વિકારવામાં આવશે નહી. ઓનલાઇન અરજી કર્યા બાદ ઓનલાઇન અરજીફોર્મની સાથે જરૂરી સાધનિક કાગળ ભાવનગર તાલુકા પંચાયતમાં ખેતીવાડી શાખામાં અવશય જમા કરાવવાના રહેશે. જેની ખાસ નોંધ લેવા ખેતીવાડી ખાતુ, ભાવનગર તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.

રાતોરાત સફળતાના ગ્રાફને સડસડાટ સાધી લેનાર ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' માં એવું છે શું ?

રાતોરાત સફળતાના ગ્રાફને સડસડાટ સાધી લેનાર ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' માં એવું છે શું ?

ફિલ્મના સંવાદ, સંગીત,સસ્પેન્સ અને સીન એ સમગ્ર ગુજરાતમાં લાખો ગુજરાતીઓને આફરીન આફરીન 

કર્યા.

તાજેતરમાં દિવાળી તહેવાર પર સમગ્ર ગુજરાતમાં રજૂ થયેલી પારિવારિક ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' એ અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. લાંબા સમય પછી સિનેમા ઘરોમાં દર્શકોની મોટી ભીડ જામી છે. 


ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' બહુ વખણાય કારણ કે, પરિવાર સાથે જોવા લાયક ફિલ્મ છે, તેનું સુમધુર ગીત-સંગીત, એક એકથી ચડિયાતા સંવાદ, લોકેશન, વાર્તા, સસ્પેન્સ સ્ટોરી, કલાકારો, અભિનય, કોરિયોગ્રાફી એ દરેક બાબતે ગુજરાતી દર્શકોને ભારે ઘેલું લગાડ્યું છે.


બહુ લાંબા સમય પછી પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ લોકો ને જોવા મળી છે. અને એટલે જ કોરોના ગાઈડલાઇનના નિયમ પાલન સાથે લોકો એ 'હવે ક્યારે મળીશું' ગુજરાતી ફિલ્મ  ઉત્સાહભેર માણી અને ભરપૂર વખાણી છે.


ફિલ્મના જમા પાસા તરીકે જોઈએ તો કંડોલિયા ફિલ્મ્સ બેનર તળે બનેલી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' સફળતાનો ગ્રાફ વટાવી ગઈ છે. કંડોલિયા ફિલ્મ્સે દર વખતની જેમ કંઈક નવું આપ્યું છે. અને તે કંડોલિયા ફિલ્મ્સની ખાસિયત છે. ફિલ્મના નિર્માતા  હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહ એ એક સફળ ફિલ્મ આપવામાં કોઈ કસર નથી છોડી, કર્ણપ્રિય ગીત સંગીત, ખ્યાતનામ ગુજરાતી ગાયક જીજ્ઞેશ બારોટ અને રાજદિપ બારોટનો અવાજ અને અભિનય રંગ લાવ્યો છે. બીજી બાજુ  લોકપ્રિય અભિનેત્રી પ્રિનલ ઓબેરોય એ જાજરમાન અભિનયના કામણ પાથર્યા છે. અને સાથે શ્રેયા દવે એ પણ ટક્કર આપી છે. કોમેડી કિંગ ગગો અને તેની ટીમ પણ જમાવટ કરી ગઈ છે.બાળ કલાકાર સ્લોક બારોટ ની આ પહેલી ફિલ્મ છે.જે રાજદીપ બારોટ ના પુત્ર છે. ખલનાયક બનેલા પ્રેમ કંડોલિયાએ તો દર્શકોને આફરીન આફરીન કરી દીધા છે. તેના એક એક સંવાદ અને એક્શન પર લોકો ફિદા છે.     

વિલન પ્રેમના ડાયલોગ અને જીગ્નેશ બારોટના ગીત સોશ્યલ મીડિયા ધૂમ મચાવી રહ્યા છે.! "મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે.." ગીત એ તો ઘુમ મચાવી છે. ફિલ્મના દિગ્દર્શક હર્ષદ કંડોલિયા અને ક્રિએટિવ દિગ્દર્શક ભાવેશ ગોરસિયા અને અનમોલ શાહ છે .ફિલ્મ ના સુમધુર ગીત રાહુલ વેગડ લખ્યા અને જેને સંગીતકાર મનોજ વિમલે ચાર ચાંદ લગાડ્યા છે.


આ ફિલ્મ આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લામાં શૂટ થઈ છે. ત્યાં ના નયનરમ્ય દ્રશ્યો અને લોકેશન ગુજરાતી ફિલ્મો માટે સાવ નવા છે. છોટાઉદેપુર જિલ્લાને કુદરતે આફટ સૌંદર્ય આપ્યું છે. ત્યાં પ્રવાસીઓ માટે પર્યટન સ્થળ કે ફિલ્મ શૂટિંગને સારી તક મળી રહે તેમ છે. ત્યાં ના લોકો પણ સરળ અને સહયોગ કરનારા છે. સરકારી તંત્ર પણ વિકાસની બાબત ને લઈ હકારાત્મક અભિગમ ધરાવે છે. ફિલ્મની સફળતા માટે આ પણ એક મોટું પરિબળ છે.


એક બીજી રીતે જોવા જઈએ તો અર્બન અને રૂલરના ભાગલા પાડનાર ને 'હવે ક્યારે મળીશું' ફિલ્મ જડબાતોડ જવાબ છે...!

આ ફિલ્મ માત્ર સિંગલ સિનેમામાં જ ચાલી તેવું નથી, મલ્ટીપ્લેક્ષમાં પણ  આ ફિલ્મમાં લોકો એ ભીડ જમાવી છે અને વખાણી છે.

ભાવનગર જિલ્લામાં કપાસમાં ગુલાબી ઈયળોના ઉપદ્રવથી પાક નિષ્ફળ, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ

 


ભાવનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. પહેલા પ્રથમવાર બીટી બિયારણ આવ્યું ત્યારે એક વીઘા જમીનમાં 50 મણ કપાસનું ઉત્પાદન થતું હતું. સારું ઉત્પાદન થવાથી આવક વધવા લાગતા મોટાભાગના ખેડૂતો વાડી ખેતરોમાં બીટી બિયારણનું વાવેતર કરી કપાસનું વાવેતર કરવા લાગ્યા છે. સમય જતાં ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણે એક વીઘો જમીનમાં 15થી 20 મણ કપાસ થવા લાગ્યો અને છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે. બિયારણ, ખાતર અને દવાનો છંટકાવ કર્યો હોય તેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખએડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.

દેશી બિયારણ ખૂબ જ સારું હતું, એક વીઘે 30 મણ કપાસનું ઉત્પાદન થતુંઃ ખેડૂત
આ વર્ષે કપાસમાં ગુલાબી લીલી ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વઘ્યો અને સડો બેસી ગયો છે. કપાસના છોડ ચીકણા બની ગયા છે. અત્યારે જે કપાસનું વાવેતર કર્યુ છે તેમાં 15 વાર દવાનો છંટકાવ કરવામાં આવે છે. એક પંપનો ખર્ચ 70 રૂપિયા જેવો થાય છે. એક વીઘામાં આઠ-આઠ પંપ દવા છાંટવી પડે છે અને એક વીઘામાં એકવાર દવા છાંટવાનો ચાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ચાર વીઘા જમીનમાં બીટી કપાસનું વાવેતર કરનાર ખેડૂતે વ્યથા ઠાલવતા જણાવ્યુ હતું કે, ચાર વીઘા જમીનને ખેડી બીટી કપાસના બિયારણનું વાવેતર કર્યુ અને સારું ઉત્પાદન થાય તે માટે રાત-દિવસ મહેનત કરી પરંતુ જમીનમાં ઈયળો ઘૂસી ગઈ છે. હજારો રૂપિયાનો ખર્ચ કરી દવાનો છંટકાવ કર્યો પણ પરિણામ મળતું નથી. આ સંજોગોમાં એક વીઘે પાંચ મણનો ઉતારો આવે તો સારું. આ કરતાં દેશી બિયારણ ખૂબ જ સારું હતું. એક વીઘે 30 મણ કપાસનું ઉત્પાદન થતું હતું. જેમાં કોઈ પણ પ્રકારની દવા છાંટવી પડતી નહીં.

નવા નવા બિયારણો, રાસાયણિક ખાતર અને દવાના કારણે ખેત પેદાશો બગડી રહી છે
70 વર્ષના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં મારી આટલી ઉંમરમાં પાકમાં આવી જીવાત જોઈ નથી. નવા નવા બિયારણો, રાસાયણિક ખાતર અને દવાના કારણે ખેત પેદાશો બગડી રહી છે. દવાઓ એવી આવે છે એકવાર છાંટો અઠવાડીયું સારૂ લાગશે પાછો ઉપદ્રવ વધશે અને બીજી દવા છાંટવાની વધારે ઉત્પાદન લેવા ખેડૂતો ખર્ચ કરી રહ્યાં છે પણ ઉત્પાદન ઘટી રહ્યું છે. જમીન ખરાબ થઈ રહી છે અને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. સરકારે રસાયણિક ખાતર અને દવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે . પહેલા જે દેશી ખેતી હતી તે ખૂબ જ સારી હતી. ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ પાછા આવવું પડશે. ખર્ચ ઘટશે અને ઓર્ગેનિક ખેત ઉત્પાદન માર્કેટમાં આવશે તો લોકોનું આરોગ્ય સુધરશે અને દવાની પણ જરૂર નહીં પડે.

કંડોલીયા ફિલ્મ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ હવે ક્યારે મળીશું આજે થશે રિલીઝ

 


ભાવનગરના કંડોલીયા ફિલ્મ્સ નિર્મિત ગુજરાતી ફિલ્મ્સ "હવે ક્યારે મળીશું" આજે ગુજરાતના જાણીતા સીંનેમાં ઘરોમાં રિલીઝ થશે,હર્ષદ કંડોલીયા અને અંનમોલ શાહ નિર્મિત અને કંડોલીયા ફિલ્મ્સના બેનરમાં બનેલી ફિલ્મ "હવે ક્યારે મળીશું" માં ગુજરાતના બે સુપર સ્ટાર એવા જીગ્નેશ બારોટ અને રાજદીપ બારોટે અભિનય કર્યો છે તેમજ અભિનેત્રી શ્રેયા દવે અને પ્રિનલ ઓબરોય એ પણ પોતાની કલાના ઓજસ પાથર્યા છે, આ ફિલ્મમાં રાઇટર,સંવાદો,ગીતકાર તેમજ પ્રોડક્શનથી લઈને તમામ પ્રકારનું મેનેજમેન્ટ ભાવનગરના લોકો દ્વારા જ કરવામાં  આવ્યું છે 

   અગાવ પણ હર્ષદ કડોલીયાએ "કેમરે ભુલાય સાજણ તારી પ્રીત" અને "સાજણ પ્રીતની જગમાં થશે જીત" જેવી બે ફિલ્મો રજૂ કરી હતી જેને દર્શકોએ ખુબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો,ત્યારે તેમની  નિર્માતા તરીકેની આ ત્રીજી ફિલ્મ "હવે ક્યારે મળીશું" ફિલ્મને પણ દર્શકો સહર્ષ સ્વીકારશે તેવી ફિલ્મના તમામ કલાકારો અને ટેક્નીશિયનોને આશા છે

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ 19 કેસ નોંધાતા હડકંપ


 

- શહેરમાં કોરોનાના 15 અને જિલ્લામાં 4 કેસ નોંધાતા ફફડાટ

કોરોના વાયરસના કેસ ભાવનગર શહેર અને જિલ્લામાં યથાવત જોવા મળી રહી છે તેથી લોકોમાં હડકંપ મચી જવા પામેલ છે. આજે ગુરૂવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા, જેમાં શહેરમાં ૧પ અને જિલ્લામાં ૪ કેસનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન-હોમ કોરોન્ટાઈન કરવામાં આવેલ છે. 

ભાવનગર શહેર-જિલ્લામાં આજે ગુરૂવારે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતાં. શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના ૧પ કેસ નોંધાયા હતા, જેમાં ૧૦ પુરૂષ અને પ ીનો સમાવેશ થાય છે, જ્યારે જિલ્લામાં કોરોનાના ૪ કેસ નોંધાયા છે, પાલીતાણા તાલુકાના નાની પાણીયાળી ગામ ખાતે ૨, ઘોઘા તાલુકાના પાણીયાળા ગામ ખાતે ૧ તેમજ ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧ દર્દીનો સમાવેશ થાય છે. આજે રપ દર્દી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં મહાપાલિકાના ૧પ અને તાલુકાના ૧૦ દર્દીનો સમાવેશ થાય છે. 

આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે. દર્દીઓને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયારે દર્દીના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન અને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતાં. દર્દી જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં સેનેટાઈઝ, દવા છંટકાવ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે. કોરોનાના કેસ આવ્યા છે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના કુલ ૪પપ૦ કેસ નોંધાયા છે, હાલ હોસ્પિટલમાં ૧૪૦ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૩૩પ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓના મોત નિપજયા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. કોરોનાથી બચવા લોકોએ માસ્ક, સામાજીક અંતર, સાબુથી હાથ ધોવા વગેરે નિયમનુ પાલન કરવુ ખુબ જરૂરી છે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જીએસએફસીના આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉત્પાદિત કેલ્શિયમ નાઇટ્રેટ્ અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ્ના વેચાણનો શુભ આરંભ કરાવ્યો

 જીએસએફસી દ્વારા આત્મવનિર્ભર ભારત  અભિયાન  અંતર્ગત  ૧૦૦ ટ્કા આયાત કરાતા આ બંને રસાયણોનું દેશમાં પ્રથમ વખત ઉત્પાદન કરાયુ.


શ્રી માંડવિયા એ કેન્દ્ર સરકારની અન્ય કંપનીઓએ આયાત કરાતા ઉત્પાદનોની ઓળખ કરી દેશમાં જ નિર્માણ કરવા નિર્દેશ આપ્યો 

દેશના ખેડૂતોને મળશે હવે આયાતી માલ કરતા વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતર 

કેન્દ્રીય શિપિંગ  (સ્વતંત્ર  હવાલો) અને રસાયણ તથા ખાતર રાજ્ય મંત્રી  શ્રી મનસુખ માંડવિયાએ  આજે નવી દિલ્હી
ખાતેથી જીએસએફસી દ્વારા ઉત્પાદિત સ્વદેશી કેલ્શિયમ  નાઇટ્રેટ્ અને બોરોનેટેડ કેલ્શિયમ  નાઇટ્રેટ્ના વેચાણનો શુભારંભ કરાવ્યો
હતો. 
આ બંને ઉત્પાદનો ભારતમા સો ટકા આયાત કરવામાં આવતા હતા, જેનું જીએસએફસી દ્વારા સૌ પ્રથમ વખત દેશમાં ઉત્પાદન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ તેના વેચાણ ની શરૂઆત હિમાચલ પ્રદેશના સોલન અને ગુજરાત ના ભાવનગર ખાતે કરવામાં આવી હતી.
શ્રી માંડવિયા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત જી.એસ.એફ.સી એ સામે ચાલીને આ ઉત્પાદનો ની ઓળખ કરી અને તેનું નિર્માણ કરી બતાવ્યું એ ખરેખર પ્રશસનીય છે. તેમણે જણાવ્યું કે તેઓ કેન્દ્ર સરકાર હેઠળના જાહેર સાહસોને પણ સંબન્ધિત 
ઉત્પાદનોની ઓળખ કરવા અને તેમનું દેશમાં જ નિર્માણ સંભવ બનાવવા માટેની કાર્યયોજના પર કામ કરવા નિર્દેશ આપશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્વ મોદીના આત્મનિર્ભર ભારતની વિભાવના વિશે જણાવતા તેમણે કહ્યું  કે 'ભારત વસુધૈવ કુટુંબકમ ' ની ભાવનાને વરેલો દેશ છે. આત્મનિર્ભર ભારતનો અર્થ દુનિયા સાથે છેડો ફાડી દેવો એવો નથી થતો, પરંતુ દેશમાં રહેલી તાકાત ને ઓળખીને, તેને દિશા આપીને ,આત્મનિર્ભરતા તરફ આગળ વધવુ, એવો થાય છે. તેમને કહ્યું કે  જી.એસ.એફ.સી દ્વારા નિર્મિત આ બંને ઉત્પાદનોની સો ટકા આયાત થતી હોવાથી કંપનીને તેના વેચાણમાં સફળતા મળશે તેમાં કોઈ બેમત નથી. વળી 
તેનાથી દેશના ખેડૂતોને આયાતી માલ કરતા વધુ ગુણવત્તાસભર અને સસ્તું ખાતર મળશે,તેમણે કહ્યું કે '' જી.એસ.એફ.સીએ સાબિત કરી બતાવ્યું છે કે નિયત હોય તો કોઈ કામ અઘરું નથી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની પહેલમાં નિષ્ઠાથી જોડાવા બદલ હું જી.એસ.એફ.સીના તમામ અધિકારીઓ ને અભિનંદન પાઠવું છું ''

જી.એસ.એફ.સીના સીએમડી શ્રી અરવિંદ અગ્રવાલે જણાવ્યું કે આત્મનિર્ભર ભારતને અમલ કરવાના અભિયનનું નામ જી.એસ.એફ.સીએ 'ન્યુ પ્રોડકટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ' રાખ્યું છે.કંપનીએ ખાતર તેમેજ ઔધોગિક પ્રોડક્ટના ક્ષેત્રમાં 39 રસાયણોની ઓળખ કરી છે.જેની આપણા દેશમાં 60 થી 100 ટકા આયાત થાય છે.આમાંથી 21 એવી પ્રોડક્ટ છે જે જી.એસ.એફ.સીની હાલની પ્રોડક્ટ લાઈન સાથે બંધબેસે છે.તેનું ઉત્પાદન કરવાનું નક્કી કરાયું છે.જેમાં આઠ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ,11 ફાર્મા અને બાયોટેક એન્ટરમીડિએટ,એક પાણીમાં દ્રાવ્ય ખાતર તથા મિથેનોલનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમમાં જી.એસ.એફ.સીના ઉચ્ચ અધિકારીઓ ,સોલન અને ભાવનગરના ખેડૂતો અને વિક્રેતાઓ તથા અન્ય જાહેર સાહસોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .




ભાવનગર ના નિર્મળ નગર વિસ્તારમાં મનપા દ્વારા હીરાની ઓફિસોમાં જઈને હજાર હજાર માસ્ક ના દંડ ફટકારતા વેપારીઓમાં રોષ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભાવનગર શહેર નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવ રત્ન હીરા બજારમાં ઓફિસમાં જઈ અને માસ અંગેના હજારના દંડ ફટકારતા હીરાના વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હીરાના વેપારીઓ દ્વારા હીરા બજાર બંધ કરાવી અને મોટી સંખ્યામાં લોકો કમિશનરને મળવા માટે દોડી ગયા હતા તેમજ માસ્ક અંગેના દંડ જો પરત કરવામાં નહીં આવે તો હીરા બજાર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.




ભાવનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા આજે ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ હીરા બજારમાં ઓફિસમાં કામ કરી રહેલા હીરાના કારીગરો તેમજ હીરાના વેપારીઓને હજાર-હજાર નો માસ્ક અંગેનો દંડ આપવામાં આવતા વેપારીઓમાં ખૂબ જ રોષ ફાટી નીકળ્યો હતો, હીરાના વેપારીઓએ રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હીરાનું કામ છે તે માસ્ક પહેરીને કરવું શક્ય નથી. તેમજ એક ઓફિસમાં બે જ વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય તેવા લોકોને પણ મહાનગર પાલિકાની ટીમ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. હીરાનો વ્યવસાય તંત્ર જાણે બંધ કરવા ધારી રહી હોય તે રીતે આડેધડ દંડ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને આજે હીરાના વેપારીઓ મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવા દોડી ગયા હતા. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા તેમની પાસેથી લીધેલી દંડની રકમ પરત નહીં આપવામાં આવે તો તેઓ હીરા બજાર સંપૂર્ણ બંધ રાખશે.







એક સાથે 22222 વિદ્યાર્થીઓ એ કર્યું ગીતાના શ્લોકનું પઠન.

ભાવનગર: સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા ચાલી રહેલા મહોત્સવ દરમિયાન 22,222 વિદ્યાર્થીઓનું એક સાથે ગીતા જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જવાહરમેદાન ખાતે યોજાયેલા એકાદશી કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મનસુખ માંડવીયા અને વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. વહેલી સવારે ગીતાના પ્રથમ અધ્યાયનું જ્ઞાન સામુહિક રીતે 22,222 વિદ્યાર્થીઓ દ્વારા સુર અને તાલ સાથે યોજવામાં આવ્યું હતું. આ અદભૂત નજારાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉભા રહી ગયા હતા. ગુજરાતમાં પ્રથમ આ પ્રકારના કિસ્સો હોવાથી તેની સરાહના પણ કરવામાં આવી રહી છે.