BREAKING

મોરારીબાપુના સાનિધ્યમાં ચાલી રહેલ અસ્મિતા પર્વની આજે પુર્ણાહુતી-કલા ક્ષેત્રના વિવિધ એવોર્ડ એનાયત કરાયા.



પ્રખર વક્તા મોરારીબાપુના સાનિધ્યમાં કૈલાસ ગુરૃકુળ-મહુવા ખાતે ચાલી રહેલ અસ્મિતા આજે છેલ્લા દિવસે હનુમાન જયંતી ની ઉજવણી સાથે-સાથે વિવિધ કળા ક્ષેત્રના કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ કલાના ઉપાસકોએ તેમની કળા રજુ કરી અને લોકો ને મંત્ર મુગ્ધ કર્યા હતા.

૧૯૯૮ના વર્ષથી મહુવાની માલણ નદીના કાંઠે કૈલાસ ગુરુકૂળના પરિસરમાં હનુમાન જયંતિના પર્વ નિમિત્તે શરૂ કરાયું અસ્મિતા પર્વ. હવે ગુજરાતી જ નહીં, અન્ય ભારતીય ભાષાઓ તથા વિશ્વ સાહિત્ય અને એ જ રીતે લોકકલા - લોકનૃત્ય - ગાયન - વાદન - ચિત્ર - અભિનય જેવી કલાના માધ્યમો પર અહીં ચર્ચા થતી રહી છે. તા ૭ મી એપ્રિલ થી શરુ થયેલ ૨૦માં અસમીતા પર્વની આજે હનુમાન જયંતીની ઉજવણી સાથે પુર્ણાહુતી કરવામાં આવી હતી,અસ્મિતા પરવાના આ તમામ દિવસો દરમિયાન પૂ. મોરારિબાપુ શ્રોતા તરીકે આસન લઈને નીવડેલા અને નવા એમ બંને સર્જકોની કલાને જિજ્ઞાસાથી સાંભળે છે, નિહાળે છે અને યોગ્ય ક્ષણે દાદ પણ આપે છે.

આજે હનુમાન જયંતીની પ્રભાતે સવારે 8 થી 9 કલાક દરમિયાન ચિત્રકુટધામ, તલગાજરડા ખાતે હનુમાન ચાલીસા, સુંદર કાંડ અને હનુમાનજીની આરતી યોજાઇ હતી અને ત્યારબાદ એવોર્ડ અર્પણ વિધિ શરૂ થઇ હતી. આ વર્ષે કૈલાસ લલિતકલા એવોર્ડ શ્રીમતી માધવી મનુપારેખ (ચિત્રકલાની આજીવન ઉપાસના), નટરાજ એવોર્ડ ગુજરાતી લોકનાટય (ભવાઈ) માટે મણિલાલ નાયક, ગુજરાતી રંગભૂમિ (નાટક) માટે સરિતા જોશી, ભારતીય ટેલીવીઝન શ્રેણી માટે હૈદર અલી, તો હનુમંત એવોર્ડ શાસ્ત્રીય (પખવાજ) માટે પંડીત ભવાની શંકર, સંગીત (સિતાર) માટે પંડીત બુધા દિવ્ય મુખરજી, શાંય નૃત્ય (ભરત નાટયમ) માટે માલવિકા સહુક્કાઈ અને કંઠય સંગીત માટે બેગમ પરવીન સુલતાનાને તેમજ ભારતીય હિન્દી ફિલ્મ માટે સાયરાબાનુને એનાયત કરાયો છે આ ઉપરાંત આ વર્ષથી આરંભાયેલ સુગમ સંગીત માટેનો અવિનારા વ્યાસ એવોર્ડ ગૌરાંગ વ્યાસ અને બેગમ પરવીન સુલતાના ને અર્પણ કરાયો હતો.  આ ઉપરાંટ બદ્રીનાથ કેદારનાથમાં થયેલ તારજી પર રચિત પુસ્તક માણસ દર્શન નું વિમોચન કરવામાં આવ્યું હતું, તેમજ ઓલ ઇન્ડિયા રેડીયોના વીણા બાળક જ્યોતીન્દ્ર શિંદે એ વીણાવાદન કરી અને લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા, અંતમાં મોરારિબાપુ દ્વારા પ્રાસંગિક અભિવ્યિક્ત બાદ આ અિસ્મતાપર્વની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો