BREAKING

ભાવનગર શહેર અને જીલ્લામાં હનુમાન જયંતિની ધામધૂમ ઉજવણી કરવામાં આવી.


ભાવનગર શહેર અને જીલ્લામાં આજે આસ્થાભેર હનુમાનજી જયંતિ ની ઉજવણી કરવામાં આવી.આજના દિવસે ભાવનગરના હનુમાનજી મંદિરમાં ભક્તો ની લાંબી ભીડ જોવા મળી હતી.જ્યારે ભાવનગર શહેરના વિખ્યતા અને બજરંગદાસ બાપાની જન્મ ભૂમિ એવા ઝાંઝરીયા હનુમાનજી મંદિરમાં ભક્તો દ્વારા કેક કાપીને હનુમાનજીના બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી.

ઝાંઝરીયા હનુમાનના નામે ઓળખતા ધાર્મિક સ્થળ નું મહત્વ જોઈએ તો સમગ્ર વિશ્વમાં પૂજનીય એવા પરમ પૂજ્ય બજરંગદાસબાપાનું આ જન્મ સ્થળ તેમજ બજરંગદાસબાપા બાપુ પોતે હનુમાનજી ના પરમ ભક્ત હોય લોકો તેમને આસ્થા અને શ્રદ્ધા સાથે બજરંગદાસબાપાને ભક્તો શાક્ષાત હનુમાનજી તરીકે ઓળખાવતા અને આ આસ્થાને લઈ આજે પણ ભક્તો બજરંગદાસબાપા ની હયાતી ન હોવા છતાં ઝાંઝરીયા હનુંમાનની પૂરી આસ્થા સાથે પૂજા આરાધના કરતા નિહાળવા મળેલ.


આજે હનુમાનજી જયંતી ના દિવસે  હનુમાનજી મંદિરમાં ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો.શહેરના ગોળીબાર હનુમાન,ઝાંઝરીયા હનુમાન ઉપરાંત ખોડીયાર મંદિર, કોળીયાક અને બગદાણા ધામ ખાતે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.ખાસ કરી ને ભાવનગર નજીક આવેલ ઝાંઝરીયા હનુમાનજી મદિર કે જ્યાં પૂજ્ય બજરંગદાસબાપા નો જન્મસ્થળ પણ છે ત્યાં આજે હનુમાનજયંતી નિમિતે મોટી સંખ્યા માં ભાવિકો ઉમટી પડ્યા હતા.સવારે ૭ વાગ્યે મંગલા આરતી નો લાભ લેવા માટે સવાર થી મંદિર માં ભક્તો ની લાંબી કતારો લાગી હતી.જ્યારે ભક્તોએ કેક કાપીને હનુમાનજી ના બર્થડે ની ઉજવણી કરી હતી.તેમજ બપોર ના સમયે મહાપ્રસાદ નું આયોજન પણ રાખવામાં આવેલ. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો