ગારીયાધાર તાલુકામા થોડા સમય અગાઉ ગારીયાધાર ના હોમગાર્ડ જવાન એવા ભાવેશભાઈ બાબુભાઇ બહાર ગામથી પોતાના ઘરે પરત ફરતા હતા . આ સમયે નોંધણ વદર વટયા બાદ તેમની બાઇક વચ્ચે રખડતું ઢોર આવ્યું હતું . જેના લીધે ભાવેશભાઈની બાઇક આ ઢોર સાથે અથડાઈ હતી ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા . સમગ્ર બાબતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું . તેમના પરિવાર પર આવેલ દુઃખની ઘટના ને લઈને પરિવાર માં શોકનો માહોલ છવાયો હતો, હોમગાર્ડઝ જવાનના પરિવારને ડીસ્ટીક્ટ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા દ્વારા 155000 નો ચેક પરિવારને આપ્યો હતો જે સમયે જિલ્લા હોમગાર્ડ ના કમાન્ડટ શંભુસિંહ સરવૈયા તેમજ ગારિયાધાર કમાન્ડટ કિશોરભાઈ વાઢાળા તેમજ ગારિયાધાર હોમગાર્ડ ટિમ ઉપસ્થિત રહી સ્વં. ભાવેશભાઈ બાબુભાઇ મકવાણા ને કલ્યાણ નિધિ ફંડ માથી 1.55000 નો ચેક એમના પરિવાર ને અર્પણ કરેલ.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો