BREAKING

૫૦૦ અને ૧૦૦૦ ની નોટો બંધ થતા લોકોની જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવામાં વધી મુશ્કેલી



               




ગઈકાલે નરેદ્ર મોદી દ્વારા અચાનક જ ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ચલણી નોટો મધ્યરાત્રી થી બંધ થવાની જાહેરાત કરવામાં આવતા લોકોમાં અફરાતફરી હેવો માહોલ સર્જાઈ ગયો હતો, લોકો ચુંટા પૈસા લેવા માટે કે ડીપોઝીટ જમા કરવવા માટે રાત્રીના જ એટીએમ પહોચી જતા લાંબી કતારો જોવા મળી હતી જ્યારે આજ સવારથી જ જીવન જરૂરી વસ્તુઓ ખરીદવામાં લોકોને મુશ્કેલી સર્જાઈ  રહી છે.

               દેશમાં કાળું નાણું બહાર લાવવા અને દેશમાં ઘુસાડવામાં આવતી જાલી નોટો અટકાવવા માટે નરેન્દ્ર મોદી દ્વારા જે એતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.રૂ-૫૦૦ અને ૧૦૦૦ ના દર ની નોટો ગઈકાલ મધ્યરાત્રીથી જ બંધ કરવામાં આવતા આજે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ગઈકાલે લોકોને જાન થતા જ રાત્રીના જ એટીએમ પ્તેમ્જ પેટ્રોલ પંપ પર મોટી કતારો જોવા મળી હતી, જો કે આ સવારથી જ લોકોની મુશ્કેલી વધી ગઈ હતી, પેટ્રોલ પંપ સહીત અમુક જગ્યા પર ૫૦૦ કે ૧૦૦૦ ની નોટો સ્વીકારવામાં આવશે જેને લઈને લોકો આજે પેટ્રોલ કે ડીજલ પુરાવવા માટે મોટી સંખ્યમાં પેટ્રોલ પંપ પર લાઈનો લગાવીને ગોઠવાઈ ગયા હતા. જો કે આહી પણ તેમની મુશ્કેલી ખત્મ થતી ન હોય તેમ પેટ્રોલપંપ પર છુટા ની તંગી સર્જાઈ જતા પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા કે ૨૦૦ કે ૧૦૦૦ નું જ પેટ્રોલ પુરાવવું આથવા છુટા પૈસા આપવા, જો કે નાના વહન ચાલકો માટે આ મતો મુશ્કેલી હતી, ૧૦૦કે ૨૦૦ નું પેટ્રોલ પુરાવવા માટે તેમને મુશ્કેલી પડી રહી હતી, આવું જ નાસ્તાની દુકાનો, ઘરવખરી ની ચીજોની દુકાનો કે સ્ટોરમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો