ભાવનગર
તા.૨૩-૯-૧૭
કોઈ કવિ એ એક પંક્તિ માં સરસ કહ્યું છે “દેખ્યાનો દેશ ભલે લઇ
લીધો,પણ કલરવ ની દુનિયા અમારી નાથ,વાટે રખડ્યાની મોજ ભલે છીનવી લીધી નાથ ,તોય પગરવ
ની દુનિયા અમારી”" નેત્રહીન
એટલે પ્રજ્ઞાચક્ષુ, પ્રજ્ઞાચક્ષુ ને બાહ્ય ચક્ષુ નથી પરંતુ જ્ઞાન રૂપી ચક્ષુ તેના
તેજ હોય છે. આવાજ નેત્રહીન બાળકો સામાન્ય મનુષ્ય ની માફક પોતે પણ નવરાત્રી નો આનદ માણી શકે તે
પુરવાર કરી દીધું છે, ભાવનગર ની
કે.કે.સ્કુલ ઓફ બ્લાઈંડ ના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ
ગરબાના તાલે ઝૂમી રહ્યા છે.
જ્યારે મનુષ્યમાંથી એક શક્તિ છીનવાઈ જાય છે
ત્યારે કુદરત તેને બીજી શક્તિ આપી દે છે.કોઈને કોઈ પ્રકારે પોતાની આંખો ગુમાવી
બેસેલ બાળકો ને પણ સામાન્ય મનુષ્યની માફક જીવન જીવવાનો હક્ક છે તેનામાં પણ સામાન્ય
માણસની માફક મહેત્સાઓ રહેલી છે. જ્યારે સામાન્ય લોકો ધામધુમથી માં આદ્યાશક્તિનાં
પર્વની ઉજવણી કરી રહ્યા છે અને ગરબાના તાલે ઝૂમી રહ્યા છે ત્યારે કૃષ્ણકુમારસિંહજી અંધઉધોગ શાળામાં પણ નેત્રહીન
બાળકો પણ આમાં પાછળ રહેવા માંગતા નથી અને આથી જ આ બાળકો દ્વારા દર વર્ષ ની માફક
નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં અંધ બાળકો
ખુબ ઉત્સાહથી અને સામાન્ય માણસની માફક ગરબાના તાલે નાચી રહ્યા છે. તેઓની વિશેષતા એ
છે કે ગરબા પણ પોતે જ ગાય છે અને વાજિંત્રો પણ પોતે જ વગાડે છે અને ગરબાના તાલે
જુમે છે. છેલ્લા ૧૫ વર્ષ થી આ રીતે આ શાળા માં અંધ બાળકો માટે ગરબા મહોત્સવ નું
આયોજન થાય છે અને અંધ બાળકો ખુબજ ઉત્સાહ થી ભાગ લે છે.






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો