BREAKING

બોટાદ ની વિધાનસભા બેઠકો માટે ભાજપના આગેવાનો દ્વારા સેન્સ લેવાઈ.

બોટાદ જિલ્લામાં બોટાદ બેઠક પર ફરી એક વખત પૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલ ચૂંટણી લડવા માટે પોતાના ટેકેદારો દ્વારા ભલામણ કરાવી રહ્યાં છે. આ જિલ્લાની ત્રણેય બેઠક હાલ ભાજપ પાસે છે. જેમાં ગઢડા આત્મારામ પરમાર, બોટાદ-ઠાકરશીભાઈ માનીયા. બોટાદ અને ગઢડા વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોને સાંભળવા તથા સેન્સ લેવા માટે ધારાસભ્ય વર્ષાબેન દોશી, ડો.ભરત કાનાબાર અને નિરીક્ષકોની એક બેઠક ગઢડા ખાતે મળી હતી. જેમાં ભાજપના કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા. આ બન્ને બેઠક પર ભાજપના 20 જેટલાં કાર્યકરોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

બીજી બાજુ જૈન સમાજ, બ્રહ્મસામજ, પટેલ સમાજ વગેરે સમાજ અને ભાજપના કાર્યકરોએ સૌરભ દલાલ(પટેલ)ને અહીંથી ટિકિટ આપવા માટે રજૂઆત કરી હતી. કોળી સમાજ પણ ટીકીટ માટે માંગણી કરી રહ્યો છે. બોટાદ પોતે ક્રાઈમ સિટીમાં ફેરવાઈ ગયું છે. તેથી લોકોએ સૌરભ પટેલનું નામ મૂક્યું છે. તેની સામે પાસના હોદ્દારોએ પણ સૌરભના નામની ભલામણ કરી છે. ગઢડામાં આત્મારામ પરમારનું નામ નક્કી છે.

ગઈ વખતે એક પણ મહિલાને આ ત્રણ બેઠક પર ટિકિટ આપવામાં આવી ન હોવાથી મહિલાઓ પણ માંગણી કરી રહી છે. ધંધુકામાં આજે સેન્સ લેવાયો તેમાં પૂર્વ ધારાસભ્ય ભરત પંડયા, કમલેશ રાઠોડ અને સાગર સોલંકીના નામોની ભલામણ કાર્યકરોએ કરી છે. કેટલાંક ઉમેદવારોએ સીધી માંગણી પણ કરી છે.

ગઢડામાં 10 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ એક પણ મહિલા ન હતી. 6.26 ટકાના માર્જીનથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારૂ હારી ગયા હતા. તેથી તે આ વખતે ભાજપ માટે જોખમી હોવાથી અહીં ભૂવાઓનું સન્માન કરાયું હતું. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પોતે હાજર હતા. બોટાદમાં 13 ઉમેદવારો હતા એક પણ મહિલા ઉમેદવાર ન હતી. ભાજપની સામે કોંગ્રેસના કુંવરજી બાવળીયા 5.63 ટકા મતથી હારી ગયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો