ભાવનગર
24સપ્ટેમ્બર17
ભાવનગર ના શિવાજી સર્કલ નજીક આવલી મહાદેવ મેટરનિટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ કે જેના ડોકટર અજય રામાણી કે જે ખાનગીમાં તેમના દલાલો મારફતે ગર્ભ પરીક્ષણ કરતો હોવાની બાતમી મળી હતી.જેને લઈને તેને ઝડપી લેવા એક ખાસ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ગત ગુરુવારે એક ડમી મહિલા દર્દીને તૈયાર કરવામાં આવી હતી અને ખાસ પ્રકારના નંબર નોટ કરેલા રૂ.પણ તેને આપવામાં આવ્યા હતા.પરંતુ ગુરુવારે કોઈ કારણોસર ડો.દ્વારા તપાસ કરવાની ના પાડવામાં આવી અને રવિવારે આવવા જણાવ્યું હતું.જેમાં દલાલો ની ભૂમિકા મહત્વ ની હતી.દલાલો ને પણ ખબર ના હતી કે આ એક ઓપરેશન છે જેમાં તે ફસાવા જઈ રહ્યો છે .આજે સવારે ૧૦ કલાકે આ ડોકટર પાસે ડમી મહિલા દર્દી તપાસ કરવા ગઈ હતી .આ મહિલા ને બે બેબી અગાઉ થી હોય ત્રીજું બાળક શું છે તેની તપાસ કરાવવા ગયેલી મહિલા ને સોનોગ્રાફી મશીન માં તપાસી ને ૧૦,૦૦૦ રૂ,પણ લીધા હતા.જે રકમ ડોકટર ને ત્યાં કામ કરતા જગતભાઈ નામના શખ્સે લીધા હતા.બહાર નીકળી ઓપરેશન ની થીયરી મુજબ દર્દીએ સાથે રેહેલી આરોગ્યની ટીમ ને જાણ કરતા આરોગ્યના અધિકારીઓ હોસ્પીટલમાં દોડી જઈ તપાસ હાથ ધરી હતી.જેમાં પ્રાથમિક તપાસમાં ડોકટર દ્વારા આવું કઈ બન્યા નો ઇનકાર કરવામાં આવ્યો હતો પરંતુ જયારે ડમી મહિલા દર્દીએ સામે આવી ને કહેતા ડોકટર ના હોશ ઉડી ગયા હતા અને બાદમાં સૌ પ્રથમ તમામ સ્ટાફના મોબાઈલ કબજે લઇ આગળ ની કાગળ પરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ડોકટરે પણ આ સમગ્ર મામલે ગર્ભ પરીક્ષણ કર્યા ની કેમરા સામે કબુલાત કરી હતી.
આ બનાવ ના પગલે આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરતા સીસીટીવી પણ કબજે કર્યા હતા.જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી ઉપરાંત અગાઉ પણ અનેક દલોલો મારફતે આ ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું.જેથી આરોગ્ય ની ટીમ દ્વારા આ મામલે ડોકટર ની પૂછપરછ કરી હતી તેમજ સોનોગ્રાફી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો