સૌજન્ય-હેમરાજસિંહ વાળા.અલંગ, અશોક મકવાણા.તળાજા
સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડમાં વારંવાર આગની અને અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે રિસાયકલ માટે આવેલ જહાજમાં આચનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અલંગના પ્લોટ ન.7 માં કટિંગ માટે લંગરેલ જહાજમાં કટિંગ કામ દરમિયાન અચાનક જ આગ લાગી હતી જેના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આ જહાજમાં મજૂરો કામ કરી રહ્યા હતા અને તે સમયે આગ લાગતા મજૂરોને તાકીદે જહાજ માંથી નીચે ઉતારવામાં આવ્યા હતા જેને કારણે મોટી જાનહાની થતા અટકી હતી, જો કે જહાજમાં કટિંગ કામ માટે ગર્સ સિલિન્ડર વપરાય હોય જે જે પણ જહાજ પર મોટી સનખ્યામાં હોય તે બ્લાસ્ટ થવાની દહેશત પણ રહેલી હતી, આ આગની જાણ થતાં જ અલંગ ફાયર ના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી જઈ આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પરંતુ આગ કલાકો સુધી કાબુમાં આવી ન હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો