BREAKING

પાલીતાણા ના ભૂતિયા ગામના શખ્સે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

દેશમાં જે પ્રમાણે દુષ્કર્મ ની ઘટનાઓ બની રહી છે તે ચીંતાજનક વિષય છે, હવસખોરો તેની હવસ માટે માસૂમ બાળકીઓને ભોગ બનવતા હોય છે ત્યારે પાલીતાણા તાલુકાના એક ગામની સગીરા પર ભૂતિયા ગામના ઇસમે દુષ્કર્મ અચર્યા ની ઘટના સામે આવી છે.

પાલીતાણા તાલુકાના એક ગામે 12 વર્ષની કિશોરી પર ભૂતિયા ગામના એક ઇસમે ઘેન ના ટિકડા ખવરાવી અને દુષ્કર્મ આચર્યું અને દુષ્કર્મ માં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે, આ કિશોરી પર વર્ષ દરમિયાન અનેકવાર હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હોવાનું તેના પિતાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે, હાલ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી અને હવસખોરો ને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો