BREAKING

ભાવનગર ના સોડવદરા ગામે સ્કુલ બસમાંથી ફંગોળાઈ જતા વિદ્યાર્થીનીનું મોત.




સ્કુલ રીક્ષા માંથી વિદ્યાર્થી ફંગોળાયાની ઘટનાઓ ઘણી સામે આવી હશે પરંતુ ભાવનગરના સોડવદરા ગામે સ્કુલ બસ માંથી ફગોલીને બસના પાછળના વ્હીલમાં આવી હતા ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે, જો કે અકસ્માત બાદ ડ્રાઈવર બસ મુકીને ફરાર થઇ ગયો હતો જ્યારે શાળા સંચાલકો દ્વારા અકસ્માત થયેલ બસની જગ્યા પર બીજી બસ મૂકી દેતા પરિવારજનોએ માં રોષ ફાટી નીકળ્યો છે.


ભાવનગર ના વાળુકડ માધ્યમિક શાળાની બસ તેના નિત્યક્રમ મુજબ વરતેજ તાબેના સોડવદરા ગામે આજે વિદ્યાર્થીનીઓ ને લેવા માટે ગઈ હતી અને વિદ્યાર્થીનીઓ ને લઈને પરત ફરી રહેલ બસ ગામની બહાર નીકળતા બસ ના ચાલકે બેફિકરાઈ થી પુરઝડપે બસ ચલાવી રહ્યો હતો તે દરમિયના વળાંક લેતા સમયે બસનો દરવાજો અચાનક જ ખુલી જતા દરવાજામાં જ ઉભેલી ૧૪ વર્ષીય વિદ્યાર્થીની તુલસી ચૌહાણ બસમાંથી ફંગોળાઈ હતી અને રોડ પર પટકાતા બસનું જ પાછળનું વ્હીલ તેની પર ફરી વળતા વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જો કે અકસ્માત સર્જી અને બસ ચાલક દુર બસ મુકીને ફરાર થઇ ગયો હતો, બાદમાં આ ઘટનાની ના જાણ ગ્રામજનો ને થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી.



જો કે અકસ્માત બાદ જ્યારે મીડિયા સ્થળ પર પહોચ્યું ત્યારે ત્યાં જે બસ હતી તે બીજી બસ હોવાનો પરિવારજનોએ ખુલાસો કર્યો હતો, તેમનેજણાવ્યું હતું કે જે બસમાં અકસ્માત થયો તે બસ શાળાના સંચાલકો દ્વારા કોઈ કારણસર બદલી નાખવામાં આવી છે અને અન્ય બસ સ્થળ પર મૂકી દેવામાં આવી છે અને તેમને અકસ્માત સર્જનાર બસના ફોટા પણ પાડી લ્દીઃ હતા, જો કે પોલીસે પરિવાજનો એ જણાવેલ બસ નંબર GJ04V-1179 NAMમુજબ જ ગુનો નોધ્યો છે, જો કે મીડિયા ત્યાં પહોચ્યું ત્યારે સ્થળ પર GJ04X 9825 g નબરની બસ ત્યાં જોવા મળી હતી, આમ એક અકસ્માત ને બે જુદા-જુદા નંબર ની બસો અંગે શાળાના સંચાલકો સામે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

જો કે આ ઘટના બાદ શાળા સંચાલકો અને આચાર્ય કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ મૃતક વિદ્યાર્થીની ના પરિવારજનો ને સાંત્વના આપવા પણ પહોચ્યા ન હતા. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો