વિકલાંગ ક્ષેત્રે કામ કરતી સંથાઓને સરકાર દ્વારા બિન જરૂરી વિગતો મંગાવી
અને સંસ્થાને ૧૦ દિવસમાં માહિતી મોકલી આપવા દબાણ કરવામાં આવે છે અને જો માહિતી નહી
મળે તો સંસ્થાને મળતી ગ્રાન્ટ બંધ કરી દેવાની ધમકી આપતી હોવાનો આક્ષેપ રાષ્ટ્રીય
અંધજન મંડળના સેક્રેટરી લાભુભાઈ સોનાણી કર્યો છે.
રાષ્ટીય અંધજન મંડળ અન સેક્રેટરી અને ભાવનગર મહારાજા
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંચાલક લાભુભાઈ સોનાણીએ સરકાર સામે એવો અસ્ખેપ
કર્યો છે કે સરકાર દ્વારા અધિકારીઓને સત્તાનો છુટ્ટો દોર આપી વિકલાંગોનાં કલ્યાણ
માટે કાર્યરત સંસ્થાઓને માહિતીનાં નામે પત્ર પાઠવી ધમકાવવામાં આવે છે. છેલ્લા દસ
વર્ષમાં લગભગ ૫૪૪ વિકલાંગ બાળકોની સંસ્થામાં કર્મચારીની વયમર્યાદાનાં કારણે ખાલી
પડેલ જગ્યાઓ રદ કરવામાં આવી છે. રાજ્યભરની સંસ્થાઓ અવારનવાર રદ કરાયેલ જગ્યાઓ
પુન:જીવિત કરવા રજૂઆત કરે છે, પરંતુ તેના પર ધ્યાન આપવાને બદલે અધિકારીઓ આવી સંસ્થાઓને કાર્યરત
કર્મચારીઓની પત્રક-૨ માં ૩૪ કોલમમાં કર્મચારીની નોકરીની વિગત અને પત્રક-૩માં
કર્મચારીની ૧૮ કોલમમાં વ્યક્તિગત માહિતી મંગાવે છે. હકીકતમાં આ તમામ માહિતી જે તે
કર્મચારીની નિમણુંક સમયે બહાલી મેળવતા પહેલા સમાજ-સુરક્ષા ખાતા ના નિયામકને ગાંધીનગરની
કચેરીમાં અગાઉથી જમા કરાવી દેવામાં આવે છે. તેમ છતાં કારણ વગરની આવી માહિતી
સંસ્થાઓ પાસે ધમકી સાથે મંગાવવામાં આવે છે.
તેમજ સરકાર દ્વારા ૧૧ વર્ષની
૧૦ કોલમમાં ચુકવવામાં આવેલી ગ્રાન્ટની વિગતો પણ માંગવામાં આવી છે. નિયમ મુજબ દરેક
વર્ષનું સરકાર દ્વારા ચુકવવામાં આવેલ ગ્રાન્ટનું જે તે સંસ્થાનું ઓડીટ કરવામાં આવે
છે. તેથી ઉપરોક્ત વિગત અગાઉથી જે તે કચેરી પાસે ઉપલબ્ધ હોય છે. તેમ છતાં તગડો પગાર
ખાતા અધિકારીઓને આવી વિગતો શોધવી નથી. પોતાની મહેનત બચાવવા વિકલાંગોનાં કલ્યાણ
ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓને ધમકી સાથે ફક્ત ૧૦ દિવસની મુદતમાં માહિતી મોકલી
આપવા પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. એટલું જ નહિ જે સંસ્થાઓ આવી માહિતી નિયત સમય
મર્યાદામાં આપી નહિ શકે તેમની પગારબીલ સહિતની ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. આનો અર્થ
એ થયો કે વિકલાંગોને શિક્ષણ આપવાની જવાબદારી સરકારની નથી.
સરકાર દ્વારા આવી સંસ્થાઓને ઉશ્કેરવામાં આવે છે અને તેમને
જન આંદોલન છેડવા મજબુર કરવામાં આવે છે. વધુમાં રોષ ઠાલવતા લાભુભાઈ સોનાણીએ
જણાવ્યું હતું કે અધિકારીઓનું વલણ બદલાશે નહિ તો તેની સામે આગામી માસથી રાજ્યભરમાં
જન આંદોલન છેડવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો