BREAKING

બોટાદના ગઢડા પોલીસ કર્મીઓ પર હુમલો, ત્રણ પોલીસ કર્મીઓ ઘાયલ



બોટાદ જીલ્લાના ગઢડા માં દેવીપુજક સમાજના લોકો અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા આ ઝઘડાને રોકવા ગયેલ પોલીસ કર્મીઓ પર ટોળાએ હુમલો કરી દેતા એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓને ફેકચર સહિતની ઈજાઓ પહોચી છે, જ્યારે પોલીસે હુમલો કરનાર કેટલાક ઇસમોની ધરપકડ કરી છે અને અન્ય લોકોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બોટાદ જીલ્લાના ના ગઢડા શહેરમાં દેવીપુજક વિસ્તારમાં કેટલાક લોકો ઝઘડી રહ્યા હતા અને કેટલાક પુરુષો મહિલાઓને માર મારી રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થી રહેલ એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓ તેઓને રોકવા જતા તેઓએ પોલીસ સાથે ઝઘડો શરુ કર્યો હતો  જો કે ત્રણ જ પોલીસ કર્મીઓ હોય તેઓએ તાકીદે પીસીઆર વાન બોલાવી હતી અને ત્યાં ઝઘડી રહેલ લોકોને અટકાવી બે ઇસમોને પીસીઆર વાન માં બેસાડવા જતા ત્યાં મોટી સંખ્યમાં દેવીપુજક સમાજના લોકો ધસી આવ્યા હતા અને મહિલાઓ સહિતના ટોળાએ પોલીસ કર્મીઓ પર પથ્થરમારો કર્યો કર્યો હતો, જે દરમિયાન એ.એસ.આઈ સહિતના ત્રણ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસ દ્વારા કેટલાક ઇસમોની ધરપકડ કરી અને તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જયારે હુમલો કરનાર અન્ય ઇસમોને ઝડપી લેવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો