BREAKING

સુરતના યુવાન હર્ષે પર્યાવરણ માટેની અક્ષમ્ય બેદરકારીને નાથવા ટેકનોલોજી વિકસાવી

ઈસરો દ્વારા ગુજરાતના હર્ષ મીઠાણીને યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ.




અમદાવાદ
ઈસરોના પ્રખર વિજ્ઞાનિકો દ્વારા તાજેતર માં સુરતના  હર્ષ નીરવભાઈ મીઠાણી નામના વિદ્યાર્થીને  જી ડી નાયડુ રાષ્ટ્રીય યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ આપી સન્માનિત કરાયો છે.

હર્ષે દિલ્હી જેવા વાયુ પ્રદૂષણ માટે રોડ ના ડીવાઈડર પર મૂકવા માટે એક ટાવર ડિઝાઇન કર્યો જે કીણ્વ પદાર્થો (particulate matter) ઉપરાંત NOX, SOX અને ઓર્ગેનિક પ્રદૂષણ ને જડ મૂળ થી ખતમ કરી શકે. આ ટાવર માં થી ફક્ત ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ જ ઉત્સર્જિત થાય!  આપણી નવી પેઢી આપણી પર્યાવરણ માટેની અક્ષમ્ય બેદરકારીને નાથવા ટેકનોલોજી વિકસાવી રહી છે. તેના પર સફળતા પૂર્વક કામ કરી રહેલા ગુજરાતનો  આ વિધાર્થી હર્ષ મીઠાણી  તામિલનાડુ ખાતે વેલોરના વી.આઈ.ટીમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. તેમનો પરિવાર સુરત ખાતે રહે છે. ગુજરાત ના એક યુવાને ફરી એકવાર વિજ્ઞાન ક્ષેત્રમાં નામના મેળવી ગૌરવ વધાર્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો