BREAKING

દિપકભાઈ લકુમના ઘરે આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ, ભારે આસ્થા અને ભક્તિભાવ સાથે પોથી યાત્રા નીકળી

સલીમ બરફવાલા-સિહોર
દિપકભાઈ લકુમના ઘરે આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ' જબરદસ્ત પોથી યાત્રા નીકળી.પોથીયાત્રામાં ઢોલ નગારા અબીલ ગુલાલથી આખું શહેર ભક્તિમય બન્યું' પોથીયાત્રા માં હય્યે હય્યુ દળાયું હજારો લોકો જોડાયા' હવે શહેરમાં સાત દિવસ સુધી ધર્મમય માહોલ
સિહોરના બાલાજી કંટ્રક્શનના દિપક ભાઈ લકુમના ઘરે આજથી મંગલ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે પ્રારંભે જ દિપકભાઈના જુના ઘરેથી ખારાકૂવા ચોકથી એક જબરદસ્ત પોથી યાત્રા નીકળી હતી આ પોથીયાત્રા માં ઢોલ નગારા આતશબાજી અબીલ ગુલાલ થી સિહોરની બજારો માં પણ ભક્તિમય માહોલ બન્યો છે આ પોથીયાત્રામાં શહેરના હજારો લોકો જોડાયા હતા અનેક ફોરવ્હીલ પણ સાથે જોડાઈ હતી અને આ પોથીયાત્રા કથા સ્થળે પોહચીને આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે સિહોરના બાલાજી કંટ્રક્શનના લકુમ પરિવાર દ્વારા આજથી તારીખ ૮/૧૧/૧૬/  થી ૧૪/૧૧/૧૬ સુધી અલકાપુરી સોસાયટી ખાતે આ ભાગવત સપ્તાહ ચાલનાર છે જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી આચાર્ય ગોપાલકૃષ્ણ જોશી (મુંબઇ) આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે જયારે રોજ રાત્રે સંતવાણી કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે ત્યારે આજે સિહોરની બજારો માંથી પોથીયાત્રા નીકળીને આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો